સાઉથની સુપરહિટ એક્ટ્રેસ રશ્મિકા મંદાના નેશનલ ક્રશ બની ગઈ છે અને તે અવારનવાર કોઈને કોઈ કારણસર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હવે આવા જ એક કારણસર પાછી આ સ્ટાર ચર્ચામાં આવી છે અને હંમેશા વિવાદોથી દૂર રહેતી, કેમેરા સામે હસતી રશ્મિકાનું એક નવું જ રુપ આ વખતે કેમેરાને જોવા મળ્યું છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં તે પોતાના એક ફેન પર ગુસ્સો કરતી જોવા મળે છે. હવે તમને સવાલ થશે કે આખરે આ ફેન્સે એવું તે શું કર્યું કે રશ્મિકાને ગુસ્સો આવી ગયો, કારણ કે ઘણી વખત ફેન્સ પણ ઉત્સાહ અને ઉમંગના જોરમાં એવું વર્તન કરી બેસે છે કે સ્ટાર્સ અકળાઈ જાય છે. આપણે પાછા રશ્મિકાની વાત પાછા આવીએ.
વાત જાણે એમ છે કે આજે જ તેની ફિલ્મ વારિસુ રિલીઝ થઈ અને રશ્મિકા છેલ્લાં કેટલાય દિવસથી આ જ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી અને આવી જ એક ઈવેન્ટ પતાવીને રશ્મિકા જ્યારે હોટેલ પાછી ફરી રહી હતી ત્યારે રશ્મિકાનો એક ફેન તેનો પીછો કરી રહ્યો હતો. હવે તમે વિચારી રહ્યા હોવ કે ફેનની આ હરકતને કારણે તે ગુસ્સે ભરાઈ હોય તો એવું નથી.
ફેન પોતાનો પીછો કરી રહ્યો છે એ ધ્યાનમાં આવતા જ રશ્મિકાએ એ ફેનને તેની પાસે બોલાવ્યો અને ફેનને હેલ્મેટ નહીં પહેરવા માટે ગુસ્સો કરે છે. રશ્મિકાના ગુસ્સાની અસર ફેન પર જોવા મળે છે અને તે રશ્મિકાને હવે પોતે હેલમેટ પહેરશે એવું વચન આપે છે. બસ પોતાના ચાહક પાસેથી મળેલાં આ વચન બાદ રશ્મિકાબહેન ફરી પોતાના હોટેલ જવા માટે રવાના થઈ જાય છે.