Homeઆમચી મુંબઈહેવાનિયતની હદ પાર!, પનવેલ રેલવે સ્ટેશન પર 3 વર્ષની બાળકીનો બળાત્કાર

હેવાનિયતની હદ પાર!, પનવેલ રેલવે સ્ટેશન પર 3 વર્ષની બાળકીનો બળાત્કાર

મહારાષ્ટ્રના નવી મુંબઇના પનવેલ રેલવે સ્ટેશન પર એક અત્યંત ઘૃણાસ્પદ અને હેવાનિયતની હદ પાર કરી હોવાની ઘટના સામે આવી છે. અહીં એક ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દરનો માહોલ ફેલાઇ ગયો છએ. પનવેલમાં મહિલાઓ અને છઓકરીઓની અસુરક્ષા અને છેડતીની ફરિયાદ તો રોજ આવતી જ હોય છે, પણ હવે નાની બાળકી પણ સુરક્ષિત નથી. આ ઘટનાએ પનવેલ અને એની આસપાસના વિસ્તારમાં મહિલા સુરક્ષા અને કાનૂન વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા ઊભી કરી દીધી છે.
આ ત્રણ વર્ષની બાળકી પનવેલ રેલવે સ્ટેશન પરથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. જ્યારે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. તેના માતા-પિતાએ ગુરુવારે સવારે સાડા સાત વાગ્યે આ 3 વર્ષની બાળકીના ગુમ થવા અંગે પોલીસને જાણ કરી હતી. નાની બાળકીના ગુમ થવાના મામલાની ગંભીરતા સમજીને પોલીસે સંપૂર્ણ તત્પરતાથી તપાસ શરૂ કરી હતી. કલાકોમાં આ બાળકી પ્લેટફોર્મ નંબર 1 પર એક ખૂણામાં બેભાન હાલતમાં મળી આવી હતી. બાળકીને તુરંત પનવેલની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. એના ચેકઅપ બાદ એવું જાણવા મળ્યું હતું કે બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.
પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને જુઇનગર રેલ્વે સ્ટેશન પર શંકાસ્પદ હાલતમાં પકડી લીધો હતો. પોલીસે તેને પકડીને પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીનું નામ મુકેશ કુમાર બાબુ ખાન છે. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે બાળકીને થોડી શંકા જાગતા તેણે મીઠી મીઠી વાતો કરીને તેને ફોસલાવીને પોતાની પાસે બોલાવી અને તેની સાથે આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું.
આરોપી કબાડીનો ધંધો કરે છે. પોલીસે કેસ નોંધ્યાના પાંચ કલાકમાં જ આરોપીને પકડી લીધો હતો. પોલીસે આરોપીઓ સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ કેસ નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular