મુંબઈઃ મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં 13 વર્ષીય કિશોરીનો વિનયભંગ કરવાની ઘટના મંગળવારે બની હતી. આ પ્રકારણે દિંડોશી પોલીસે બિહારના મધુબની જિલ્લાના રામ સાગર પાસવાન નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. રામ સાગર પાસવાન સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી.