બીજાના દુઃખો દૂર કરવાનો દાવો કરનારા મિર્ચી બાબા જેલના સળિયા પાછળ છે. વિશ્વાસ અને આસ્થાના નામે ભક્તોની આંખોમાં ધૂળ નાંખનારા મિર્ચી બાબાની વધુ એક કરતૂત સામે આવી છે. પોલીસે આપેલી માહિતી અનુસાર તંત્રમંત્રના નામે મિર્ચી બાબાએ અત્યાર સુધીમાં અનેક નિર્દોષ મહિલાઓને પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે. મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યનંદ ગિરિ મહારાજ ઉર્ફે મિર્ચી બાબાનું નામ મધ્ય પ્રદેશમાં લોકપ્રિય હતું. વૈરાગ્યનો ભગવો ધારણ કરીને તેમણે કમલનાથ સરકારમાં પ્રધાનપદ પણ સંભાળ્યું હતું. જોકે, તાજેતરમાં એક મહિલાએ લગાવેલા રેપના આરોપ બાદ ભોપાલ પોલીસના કબ્જામાં છે. કોર્ટે 22 ઓગસ્ટ સુધી બાબાને જેલમાં રાખવાનો આદેશ આપ્યો હતો અને જેલ પહોંચીને ઢોંગી બાબાની હવા ટાઈટ થઈ ગઈ હતી. તે જેલમાં વારંવાર એક જ વાક્ય કહી રહ્યો છે કે મહિલાએ રેપનો આરોપ લગાવીને મને ફસાવાની કોશિશ કરી છે.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર બાબાના પાડોશીઓએ જણાવ્યપં હતું કે, ભોપાલમાં ડુપ્લેક્સ ફ્લેટમાં રહેનારો મિર્ચી બાબા શંકાસ્પદ લોકો સાથે ઘેરાયેલો રહેતો બતો. મકાનમાં ઘણા મોટા લોકો તેને મળતા આવતા હતાં. ખાસ કરીને ઘણી વાર છોકરીઓ અને મહિલાઓ એકલી મળતા જતી હતી. જ્યારે તેઓ અંદર પ્રવેશ કરે ત્યારે તરત જ ઘરના બધા જ દરવાજા બંધ થતા હતાં. કહેવામાં આવે છે કે બાબાએ તેના કથિત આશ્રમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતાં, પરંતુ જે સ્થળે મહિલાઓ સાથે મુલાકાત કરતો હતો ત્યાં કેમેરા નહોતા.
ગ્વાલિયર પોલીસે બાબાના ફોનની તપાસ કરી ત્યારે ફોનમાં અશ્લીલ સામગ્રી મળી આવી હતી. મોબાઈલમાં ઘણી પોર્ન ક્લિપ મળી આવી હતી અને તેમાં ઘણી મહિલાઓના નંબર પણ સેવ હતાં.
મિર્ચીબાબાનું સાચું નામ રાકેશ દૂબે છે. આ પહેલા એક ઓઈલ મીલમાં તે મજૂરી કરતો હતો. તે ભિંડ જિલ્લાનો રહેવાસી હોવાનું કહેવાઈ રહ્યું છે. તેના પરિવારમાં કુલ ચાર ભાઈઓ છે જેમાં રાકેશ દૂબે ઉર્ફે મિર્ચી બાબા ત્રીજા નંબર પર છે.

Google search engine