Ranveer vs Wildમાં બિયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યો રણવીર સિંહ, ટ્રેલર જોઇને લોકોએ બનાવી નાખ્યા ફની મીમ્સ

ફિલ્મી ફંડા

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ જબદસ્ત એક્ટિંગ સિવાય તેની અજીબોગરીબ ફેશન સેન્સને કારણે ઓળખાય છે. કોઇપણ ઇવેન્ટ હોય કે એવોર્ડ ફંકશન હોય તે તેના અતરંગી કપડાથી બધાનું ધ્યાન આકર્ષિત કરતો હોય છે. હાલમાં તે એક એડવેન્ચર શોને લઇને ચર્ચામાં છે. ટૂંક સમયમાં તે રણવીર વર્સેસ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ સાથે ડિજિટલ ડેબ્યૂ કરશે. આ શોનું ટ્રેલર પર જાહેર થયું છે, જે પછી નેટિઝન્સ ટ્વિટર પર #RanveervsWildwithBearGrylls સાથે ફની મીમ્સ શેર કરી રહ્યા છે. આ શોના ટ્રેલરમાં રણવીર સિંહ તેની પત્ની દીપિકા પાદુકોણ માટે કોઇ દુર્લભ ફૂલ શોધવા માટે બિયર ગ્રિલ્સ સાથે જંગલમાં પડકારરૂપ જોખમોનો સામનો કરતો નજરે ચડી રહ્યો છે. આ દરમિયાન અભિનેતા તેના અંદાજમાં મસ્તી કરતો નજરે ચડી રહ્યો છે. ટ્રેલરમાં રણવીર કયારેક ગુફાની અંદર તો કયારેક પહાડ પર ચડતો દેખાય છે. આ સિવાય તેને જંગલી જાનવરોનો સામનો કરતો પણ દેખાડવામાં આવ્યો છે. રણવીર સિંહને જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સ ફની મીમ્સ બનાવી રહ્યા છે.

<

>

<

>

<

>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.