એન્ટરટેઈન્ટમેન્ટ એવી ઈન્ડસ્ટ્રી છે કે જ્યાં દરેક સેલિબ્રિટી કોઈને કોઈ સેલેબ્સનો ફેન હોય છે અને તેની અદાકારી, કલાકારીથી પ્રભાવિત હોય છે. અહીં વાત થઈ રહી છે બી-ટાઉનના બાજીરાવ એટલે કરે રણવીર સિંહની. રણવીર સિંહના ચાહકોની કોઈ જ કમી નથી. લાખો લોકો તેની એક્ટિંગ અને અદાના પ્રશંસક છે, પણ હાલમાં રણવીર ઈન્ડસ્ટ્રીના એક સિંગરના અવાજનો કાયલ થઈ ગયો હતો અને તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ કોણ છે આ સિંગર કે જેના વખાણ બાજીરાવે કર્યા છે.
‘રામ લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર રણવીર સિંહ 31 માર્ચ, શુક્રવારના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 ની ઓપનિંગ સેરેમની દરમિયાન અરિજિત સિંહની પ્રશંસા કરી હતી. તેણે ટ્વિટર પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે ‘અરિજિતે ઓપનિંગ સેરેમનીમાં ‘લહેરા દો’ ગીત ગાયું છે.’ આ સાથે તેણે પોસ્ટમાં ઘણી સ્માઈલી પણ શેર કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરિજીત સિંહે શુક્રવારે 31 માર્ચે IPL 2023ના ઓપનિંગ સેરેમનીમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું અને તેણે આ પર્ફોર્મન્સ દરમિયાન ફિલ્મ 83નું ગીત ‘લહેરા દો’ ગાયું હતું. આ ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકા નિભાવનાર રણવીર સિંહે ગાયકના અવાજની પ્રશંસા કરતી પોસ્ટ શેર કરી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ છેલ્લે 23 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે જેકલીન ફર્નાન્ડિસ અને પૂજા હેગડે પણ લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. જ્યારે મિસિઝ રણવીર સિંહે એટલે કે દીપિકા પાદુકોણે કેમિયો રોલ કર્યો હતો. હવે રણવીર સિંહ કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં કામ કરી રહ્યો છે અને આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ જોવા મળશે.