ન્યૂડ ફોટોશૂટ મામલે રણવીર સિંહે મુંબઈ પોલીસ પાસેથી માંગ્યો બે અઠવાડિયાનો સમય

આમચી મુંબઈ ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટર રણવીર સિંહે ગયા મહિને એક ઈન્ટરનેશનલ મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું, જે બાદ તેની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી હતી. ઘણા લોકોએ આ તસવીરોની આલોચના કરી હતી અને મામલો મુંબઈ પોલીસ સુધી પહોંચતા પોલીસ કર્મચારીઓ તેના ઘરે સમન્સ આપવા પહોંચી હતી. દરમિયાન રણવીર ઘરે ન હોવાથી પોલીસે રણવીરને 22 ઓગસ્ટ સુધી પોતાનું નિવેદન પોલીસને નોંધાવવા જણાવ્યું હતું, પરંતુ હાલમાં મળી રહેલી માહિતી અનુસાર રણવીરે મુંબઈ પોલીસ પાસેથી બે અઠવાડિયાનો સમય માંગ્યો છે.

રણવીરના ન્યૂડ ફોટોશૂટ પર મહિલા આયોગ દ્વારા આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી અને મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ બોલીવૂડ સેલેબ્રિટિઝ રણવીરના સપોર્ટમાં ઉતર્યા હતાં. આ મામલે દીપિકાએ કોઈ પ્રતિક્રિયા આપી ન હોવાનું પણ જાણવા મળ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.