ચેટ શોમાં રણવીરે શેર કર્યા ઈન્ટિમેટ સિક્રેટ્સ, સુહાગરાત વિશે પણ કરી વાત

ફિલ્મી ફંડા

Mumbai: કોફી વિથ કરનની સાતમી સીઝનનો પહેલો એપિસોડ સ્ટ્રીમ થયા બાદ રણવીર સિંહ ચર્ચાનું કારણ બની રહ્યો છે. શોમાં રણવીરે એવા સિક્રેટ શેર કર્યા જે જાણીને તેના ચાહકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.
સામન્ય રીતે સેલેબ્સ ફિઝિકલ રિલેશન અંગે વાત કરવાનું ટાળતા હોય છે, પરંતુ રણવીરે આ મુદ્દે ખૂલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે શૂટિંગ દરમિયાન વેનિટી વેનમાં તે ઈન્ટિમેટ થયો હતો. રણવીરની વાત સાંભળીને કરણ જોહરને આશ્ચર્ય થયું હતું. તેણે તરત જ રણવીરને પૂછ્યું કે આ કેવી રીતે થયું? વેનિટીમાં કોઈ આવી જશે એનો ડર ના લાગ્યો? જોકે, આ સવાલનો જવાબ આલિયા ભટ્ટે આપ્યો હતો. તેણે કહ્યુપં હતું કે વેનિટીનો દરવાજો અંદરથી લોક હશે. તો રણવીરે હસીને કહ્યું કે આવું કરવામાં રિસ્ક છે પણ તેની સાથે એક્સાઈટિંગ પણ છે.

એટલું જ નહીં રણવીરે તેની સુહાગરાત વિશે પણ વાત કરી હતી. કોઈપણ જાતની શરમ રાખ્યા વગર કહ્યું હતું કે, સુહાગરાતના દિવસે દીપિકા સાથે ભરપૂર સેક્સ માણ્યું હતું. આ મામલે કરણે સવાલ કર્યો કે લગ્નની વિધિઓને કારણે થાક નહોતો લાગ્યો તો રણવીરે ના પાડી હતી.
રણવીરે શોમાં પોતાના અલગ અલગ સેક્સ પ્લે લિસ્ટ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેની પાસે સેન્સુઅસ, પૅશનટ, લવિંગ સેક્સ, રૉન્ચી સેક્સ, ડર્ટી સેક્સ, રૅન્ડી જેવા અલગ અલગ સેક્સ પ્લેલિસ્ટ છે.
રણવીરે શોમાં ક્લોથિંગ સ્ટાઈલને કારણે વારંવાર ચર્ચાનું કારણ બનતી ઉર્ફી જાવેદના ફેશનને લઈને પણ કમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે ઉર્ફી જાવેદ એક ફેશન આઈકોન છે. મને તેની ફેશન ગમે છે. રણવીરને જ્યારે પૂછવામાં આવ્યું કે છેલ્લી વાર તેણે કોને સ્ટોક કર્યું હતું તો કોઈપણ જાતની પરવાહ કર્યા વગર કિયારા અડવાણીનું નામ લીધું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.