રણવીર-દીપિકા બનશે શાહરુખ-સલમાનના પાડોશી! એક જ બિલ્ડિંગમાં બૂક કરાવ્યા ચાર માળ

ફિલ્મી ફંડા

Mumbai: બોલીવૂડ સુપરસ્ટાર્સ શાહરુખ ખાન અને સલમાન ખાનને નવો પાડોશી મળી ગયો છે. ફિલ્મી કાનાફૂસી અનુસાર અભિનેતા રણવીર સિંહે બાંદ્રામાં શાહરુખ ખાનના મન્નત અને સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટની નજીક પ્રોપર્ટી ખરીદી છે. રણવીરે સાગર રેશન નામની અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં 16, 17, 18 તથા 19 એમ ચાર માળ બુક કરાવ્યા છે. આ બિલ્ડિંગ જૂની હતી અને રિડેવલપમેન્ટમાં ગઈ છે. રણવીરે બુક કરાવેલી પ્રોપર્ટીમાં 11,266 સ્કેવર ફુટનું ઘર છે. આ ઉપરાંત 1300 સ્કેવર ફુટનું ટેરેસ છે. એટલું જ નહીં 19 કાર પાર્ક થઈ શકે એટલી પાર્કિંગ સ્પેસ પણ છે. રણવીરે 7.13 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. રજિસ્ટ્રેશન આઠ જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું.

ફિલ્મોની વાત કરીએ તો રણવીર સિંહ ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’માં આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, શબાના આઝમી તથા જયા બચ્ચન સાથે જોવા મળશે. આ ઉપરાંત તે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં પૂજા હેગડે સાથે જોવા મળશે. દીપિકા પાદુકોણ ‘પઠાન’માં શાહરુખ ખાન સાથે જોવા મળશે. આ ઉપરાંત તે હૃતિક રોશન સાથે ‘ફાઇટર’માં કામ કરી રહી છે. અમિતાભ બચ્ચન સાથે ‘ધ ઇન્ટર્ન’માં કામ કરશે. પ્રભાસ સાથેની ફિલ્મનું શૂટિંગ થોડાં સમય પહેલાં જ હૈદરાબાદમાં કર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.