આ છે ઉચ્ચ શિક્ષણનું ગુજરાતનું મોડેલ! NIRF ની ટોપ શૈક્ષણિક સંસ્થાની રેન્કિંગની ગુજરાતની જુજ હાજરી

આપણું ગુજરાત સ્પેશિયલ ફિચર્સ

કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે નેશનલ ઈન્સ્ટીટ્યૂશનલ રેંકિંગ ફ્રેમવર્ક (NIRF) એ તૈયાર કરેલી વર્ષ 2022 માટેની ટોપ શૈક્ષણિક સંસ્થાઓની રેંકિંગ જાહેર કરી હતી. NIRFએ 11 કેટેગરીમાં દેશની ટોપની શૈક્ષણિક સંસ્થાઓની યાદી તૈયાર કરી છે, જેમાં ગુજરાત સરકારના દાવાઓની પોલ છતી થઇ ગઈ છે.
NIRFની લીસ્ટમાં આંગળીના વેઢે ગણાય એટલી જ ગુજરાતની કોલેજ કે યુનિવર્સીટીને સ્થાન મળ્યું છે.
NIRFએ ઓવરઓલ, યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કોલેજ, ફાર્મસી, મેડિકલ, લો, આર્કિટેક્ચર, ડેન્ટલ અને રિસર્ચ કેટેગરીમાં ટોપ શૈક્ષણિક સંસ્થાની યાદી જાહેર કરી છે, જેમાં ટોપની 100 યુનિવર્સિટીની યાદીમાં ગુજરાતની બે જ યુનિવર્સીટીને સ્થાન મળ્યું છે. ગુજરાત યુનિવર્સીટીને 58મો ક્રમ પ્રાપ્ત થયો છે, જયારે ટોપ 100 કોલેજની યાદીમાં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજને 52મો ક્રમાંક મળ્યો હતો. એ સિવાયની ગુજરાતની સેંકડો કોલેજોમાંથી કોઈને કોલેજ ટોપ 100માં સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત એન્જિનિયરિંગ કેટેગરીમાં 2, રિસર્ચ કેટેગરીમાં 1, મેનેજમેન્ટ કેટેગરીમાં 6, ફાર્મસી કેટેગરીમાં 6, મેડીકલ કેટેગરીમાં 2, ડેન્ટલ કેટેગરીમાં 2, લો કેટેગરીમાં 1, આર્કિટેક્ચર કેટેગરીમાં 1 જ ગુજરાતની સંસ્થાનું નામ સામેલ છે.
જયારે ટોપની યુનિવર્સીટીમાં પહેલા ક્રમે બેન્ગલુરુની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બીજા ક્રમે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને ત્રીજા ક્રમે દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને દરેક કેટેગરીમાં ટોપ ત્રણ સંસ્થાઓના પ્રતિનિધિને મંચ પર બોલાવીને સન્માનિત કર્યા હતા.
વિવિધ પાસાઓને ધ્યાનમાં લઈને NIRF ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અને યુનિવર્સીટીની રેન્કિંગ દર વર્ષે બહાર પાડે છે. વિદ્યાર્થીઓ NIRFની વેબ સાઈટ https://www.nirfindia.org/2022/Ranking.html પર આ રેન્કિંગની માહિતી મેળવી શકે છે.

1 thought on “આ છે ઉચ્ચ શિક્ષણનું ગુજરાતનું મોડેલ! NIRF ની ટોપ શૈક્ષણિક સંસ્થાની રેન્કિંગની ગુજરાતની જુજ હાજરી

  1. Gujarat’s ranking is no surprise. One look at school education will make the reason stark. Rural schools have teachers’ vacancies reaching for the skies. No innovative approach is made to solve this problem. Ever since its inception Gujarat has been trying out different things which have been permutations and combinations of paths that have lead nowhere fast. School children are the victims. Coaching classes have sprung sprung up and are expected to pick up the woeful slack at government schools without ANY certification of their efficacy. Parents’ finances are being drained and children arebeing deprived of any free time to engage in sports and other extra curricular activities to develop them to their full potential. This sorry state of affairs goes on unabated and the state’s education minister says that if you don’t like education in Gujarat, leave! With this attitude any hope for improvement is futile. Merely constructing school edifices will not solve the problem. You need competent teachers and fully staffed institutions, and the teachers are not assigned any other duties but teaching. At present they are government’s gofers!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.