રણજી ટ્રોફી

16

બંગાળ અને સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીની ફાઇનલમાં ટકરાશે
કોલકાતા: રણજી ટ્રોફીની ૨૦૨૨-૨૩ સીઝનની ફાઇનલમાં બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે ટાઇટલનો મુકાબલો થશે. રવિવારે બે અલગ-અલગ સેમિફાઈનલમાં બંગાળે મધ્ય પ્રદેશને ૩૦૬ રનથી હરાવ્યું હતું, જ્યારે બીજી સેમિફાઈનલમાં સૌરાષ્ટ્રે કર્ણાટકને ૪ વિકેટે હરાવ્યું હતું. બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે હવે ફાઇનલ ૧૬ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન થશે.નોંધનીય છે કે રવિવારે પ્રથમ સેમિફાઈનલમાં બંગાળે મધ્ય પ્રદેશને ૩૦૬ રને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્રે કર્ણાટકને ૪ વિકેટથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન મધ્ય પ્રદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બંગાળે મધ્ય પ્રદેશને જીતવા માટે ૫૪૮ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ મેચના અંતિમ દિવસે મધ્ય પ્રદેશની ટીમ ૨૪૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે બંગાળે ૩૦૬ રનથી મેચ જીતી લીધી હતી.નોંધનીય છે કે બંગાળ બે વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું છે અને આ સીઝનમાં પ્રથમ ફાઇનલિસ્ટ બન્યું છે. બંગાળ ૧૫મી વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે બંગાળની ટીમ છેલ્લે ૨૦૧૯-૨૦માં રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને સૌરાષ્ટ્ર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
સૌરાષ્ટ્રે છેલ્લી ૧૦ રણજી ટ્રોફી સીઝનમાંથી પાંચ સીઝનમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સ્થાનિક ક્રિકેટમાં એક દાયકામાં સૌથી વધુ વખત ફાઈનલ રમનારી તે ટીમ બની છે. આ પછી એક દાયકામાં ચાર વખત ફાઈનલ રમનાર મુંબઈનો નંબર છે. સૌરાષ્ટ્ર કુલ આઠમી વખત ફાઇનલમાં પહોંચ્યું છે.
—————-
સૌરાષ્ટ્રનો ચાર વિકેટે વિજય
રણજી ટ્રોફી ૨૦૨૨-૨૩ની બીજી સેમિફાઇનલ મેચ કર્ણાટક અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ હતી. સૌરાષ્ટ્રે શાનદાર પ્રદર્શન કરીને ૪ વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે ટીમે ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે ફાઇનલમાં તેનો મુકાબલો બંગાળ સામે થશે. કર્ણાટકે પ્રથમ દાવમાં ૪૦૭ રન અને બીજા દાવમાં ૨૩૪ રન બનાવ્યા હતા. જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં ૫૨૭ રન બનાવ્યા હતા. અને બીજા દાવમાં ૧૧૭ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે શાનદાર પ્રદર્શન કરતા કેપ્ટન અર્પિત વસાવડાએ પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારી હતી.કર્ણાટકે પ્રથમ દાવમાં ૪૦૭ રન બનાવ્યા હતા. આ દરમિયાન કેપ્ટન મયંક અગ્રવાલે બેવડી સદી ફટકારી હતી. તેણે ૪૨૯ બોલનો સામનો કરીને ૨૪૯ રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન શ્રીનિવાસે ૬૬ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે બીજી ઈનિંગમાં ટીમ ૨૩૪ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં મયંકે ૫૫ રનનું યોગદાન આપ્યું હતું. નિકિન જોસે સદી ફટકારી હતી. તેણે ૧૦૯ રનની ઇનિંગ રમી હતી.સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં ૫૨૭ રન બનાવ્યા હતા. કેપ્ટન અર્પિતે બેવડી સદી ફટકારી હતી. તેણે ૪૦૬ બોલનો સામનો કરીને ૨૦૨ રન બનાવ્યા હતા. શેલ્ડન જેક્સને સદી ફટકારી હતી. તેણે ૨૩ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૬૦ રન બનાવ્યા હતા. ચિરાગ જાનીએ ૭૨ રનનું યોગદાન આપ્યું હતું. અને બીજી ઇનિંગમાં અર્પિતે ૪૭ રન બનાવ્યા હતા.
——————–
બંગાળ ૩૦૬ રનથી જીત્યું
ઇન્દોર: રણજી ટ્રોફી ૨૦૨૨-૨૩ની પ્રથમ સેમિફાઇનલ મેચ મધ્ય પ્રદેશ અને બંગાળ વચ્ચે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં બંગાળે ૩૦૬ રનથી જીતીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન મધ્ય પ્રદેશની ટીમને મેચની ચોથા દાવમાં ૫૪૮ રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ માત્ર ૨૪૧ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.બંગાળ તરફથી મધ્ય પ્રદેશના બીજા દાવમાં ડાબોડી સ્પિન બોલર પ્રદિપ્ત પ્રામાનિકે માત્ર ૧૦.૫ ઓવમાં ૫૧ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!