Homeફિલ્મી ફંડાઆલિયાના જન્મદિવસ પર રણબીરનો ખાસ સંદેશ, કહ્યું- 'હા અમે અત્યંત રોમેન્ટિક છીએ...'

આલિયાના જન્મદિવસ પર રણબીરનો ખાસ સંદેશ, કહ્યું- ‘હા અમે અત્યંત રોમેન્ટિક છીએ…’

ખૂબ જ નાની ઉંમરમાં બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી આલિયા ભટ્ટ 15 માર્ચે પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. આ વખતે અભિનેત્રીનો જન્મદિવસ ખૂબ જ ખાસ છે કારણ કે, લગ્ન અને પુત્રીના જન્મ પછી આલિયાનો પ્રથમ જન્મદિવસ છે. આ અવસર પર પતિ અને અભિનેતા રણબીર કપૂરે ખૂબ જ ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે.
પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આલિયાના ફોટો સાથેની એક પોસ્ટ શેર કરતા રણબીર કપૂરે લખ્યું, ‘મને લાગે છે કે હું ખરેખર નસીબદાર છું કે મને આલિયાના રૂપમાં એક બેસ્ટ ફ્રેન્ડ મળ્યો છે. અમે એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક છીએ.. પરંતુ અમારી મિત્રતા અમારા સંબંધનો મૂળ છે. રણબીર કપૂર ઉપરાંત, નીતુ કપૂર અને રિદ્ધિમા સહિતના ચાહકોએ આલિયાના લગ્ન પછીના પ્રથમ જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી.
રણબીરે આલિયા માટે એક નાનકડું પણ મહત્ત્વપૂર્ણ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. “રણબીરે આલિયા માટે એક કસ્ટમાઈઝ્ડ કેક મંગાવી છે જેના પર ‘રાહાની મમ્મી’ એમ લખાવ્યું છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં બી-ટાઉનમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા કપલ્સમાં સામેલ છે. આ બંને પ્રતિભાશાળી કલાકારો તેમના જીવનના એક નવા તબક્કામાં પ્રવેશ્યા છે અને તેઓ તેમની નવજાત પુત્રી રાહા કપૂર સાથે પારિવારિક ખુશી માણી રહ્યા છે.
આપણે ક્યુટ આલિયાને જન્મદિવસની શુભેચ્છા આપીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular