રણબીર કપૂરની શમશેરાનો જાદુ ચાલ્યો નહીં

ફિલ્મી ફંડા

રણબીર કપૂરની ફિલ્મ શમશેરા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં વાણી કપૂર અને સંજય દત્ત લીડ રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન કરણ મલ્હોત્રાએ કર્યું છે. ફિલ્મમાં સંજય દત્તનું નેગેટિવ પાત્ર છે. તે ફરી એકવાર પોતાના પ્રદર્શનથી ચાહકોના દિલ જીતવામાં સફળ સાબિત થયો છે. ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી, પરંતુ કદાચ રણબીર ચાહકોને પ્રભાવિત કરી શક્યો નથી. શમશેરાનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન બહાર આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે લગભગ 10 કરોડનો બિઝનેસ કર્યો છે જે અપેક્ષા કરતા ઘણો ઓછો છે. કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 એ પહેલા દિવસે 14 કરોડનો બિઝનેસ કર્યો હતો.
રણબીર કપૂર લાંબા સમય પછી મોટા પડદા પર પાછો ફર્યો છે. તેમની ફિલ્મ શમશેરા સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રણબીર કપૂરનો ડબલ રોલ છે. ફિલ્મે પહેલા દિવસે સામાન્ય કમાણી કરી છે. જોકે, એવી અપેક્ષા હતી કે આ ફિલ્મ ઓપનિંગ ડે પર ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડવામાં સફળ રહેશે, પરંતુ એવું થયું નથી. રિપોર્ટ્સનું માનીએ તો શમશેરાનો ઓપનિંગ ડે કંઈ ખાસ રહ્યો નથી. શમશેરાનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામાન્ય જ રહ્યું છે.
નોંધનીય છે કે યશરાજ ફિલ્મની અગાઉની ત્રણ ફિલ્મ બંટી ઔર બબલી-2′, ‘ જયેશભાઈ જોરદાર’ અને તાજેતરની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ બૉક્સ ઑફિસ પર ઊંધા માથે પછડાઇ હતી. તેથી તેઓ આ ફિલ્મની સફળતા પર મદાર બાંધીને બેઠા છે. શમશેરા ફિલ્મના ભવિષ્ય વિશે હાલમાં તો કંઇ પણ કહેવું વહેલું ગણાશે, પણ એક વાત નક્કી છે કે બોલીવૂડને આજકાલ દક્ષિણની ફિલ્મોની પણ તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે, એવા સમયે શમશેરા પણ એવરેજ ફિલ્મ સાબિત થશે તો બોલીવૂડને મોટો ઝટકો લાગશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.