રણબીર કપૂરની શમશેરાનું ફર્સ્ટ લૂક પોસ્ટર લીક!

ફિલ્મી ફંડા

રણબીર કપૂર છેલ્લે 2018ની બ્લોકબસ્ટર સંજુમાં જોવા મળ્યો હતો. રણબીરે પણ શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની જેમ, ફિલ્મોમાંથી ત્રણ વર્ષનો વિરામ ભોગવ્યો હતો. હવે 2022 રણબીરનું વર્ષ હોઈ શકે છે. આગામી મહિનામાં તેની બે બેક ટુ બેક રીલિઝ છે – શમશેરા અને બ્રહ્માસ્ત્ર.
શમશેરાનું રણબીરનું ફર્સ્ટ લૂક પોસ્ટર ઓનલાઈન લીક થયું છે અને તે વાયરલ થઈ રહ્યું છે!
શમશેરા 22 જુલાઈએ રિલીઝ થશે .આ ફિલ્મમાં રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે. શમશેરાના રણબીરનું ફર્સ્ટ ફુલ લુક પોસ્ટર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. રણબીરના પ્રથમ સંપૂર્ણ ફોટામાં તે કઠોર અવતારમાં છે. ફિલ્મના પ્રોડક્શન યુનિટ, યશ રાજ ફિલ્મ્સ દ્વારા તેના પર કોઈ સત્તાવાર અપડેટ આપવામાં આવ્યું નથી.
શમશેરાના રણબીર કપૂરના ફર્સ્ટ લૂક પોસ્ટર પર ચાહકો ઓવારી ગયા છે. ટ્વિટર પર તેના શમશેરાના લુકની પ્રશંસા થઇ રહી છે.

“>

“>

“>

“>

રણબીર કપૂર અભિનીત ફિલ્મ શમશેરા યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. તે કથિત રીતે 1800 ના દાયકામાં સેટ છે. બ્રિટિશરો પાસેથી તેમના અધિકારો અને સ્વતંત્રતા માટે લડતી એક ડાકુ આદિજાતિની વાર્તાનું વર્ણન કરે છે. આ ફિલ્મ 22 જુલાઈ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.