કપૂર ખાનદાનના આ સ્ટારને આજે પણ થાય છે અફસોસ! કારણ જાણીને તમે પણ થશો આશ્ચર્યચકિત

ફિલ્મી ફંડા

બોલીવૂડનો ચોકલેટી બોય રણબીર કપૂર હાલમાં પોતાની ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’ અને ’શમશેરા’ને કારણે ચર્ચામાં છે. રણબીરે તેની કારકિર્દીમાં સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અત્યાર સુધી તેણે જે પણ ફિલ્મો સાઈન કરી છે તે ખૂબ જ સમજી વિચારીને કરી છે. આ જ કારણ છે કે તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો રિજેક્ટ પણ કરી છે. તેણે નકારેલી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આજ કારણે કપૂર ખાનદાનનો આ દીકરો પોતાના નિર્ણય પર પસ્તાવો કરી રહ્યો છે.
તો આ રહી એ ફિલ્મોની યાદી જેને રણબીરે રિજેક્ટ કરી હતી

ગલી બોય

ઝોયા અખ્તરની ફિલ્મ ’ગલી બોય’માં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી. બોક્સઓફિસ પર પણ ફિલ્મે સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ માટે પહેલા રણબીર કપૂરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જોકે, રણબીર કપૂરે આ ફિલ્મમાં કામ કરવાનું મન બનાવી લીધું હતું, પરંતુ અચાનક થોડા સમય બાદ તેણે ના પાડી હતી અને આ તક રણવીરે ઝડપી લીધી હતી.

જિંદગી ના મિલેગી દોબારા

ઝોયા અખ્તરની બીજી પણ એક સુપરહિટ ફિલ્મ ’જિંદગી ના મિલેગી દોબારા’માં રણબીરને ઓફર આપી હતી. ફિલ્મમાં રિતિક રોશનના પાત્ર માટે પહેલા રણબીર સાથે વાત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર રણબીર કપૂર આ કરી શક્યો ન હતો.

ટૂ સ્ટેટ્સ

આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર સ્ટારર ’ટુ સ્ટેટ્સ’એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. જોકે, આ ફિલ્મ માટે મેકર્સની પહેલી પસંદ અર્જુન કપૂર નહીં, પરંતુ રણબીર કપૂર હતો. મેકર્સે આ ફિલ્મ માટે રણબીર કપૂરનો સંપર્ક કર્યો હતો, પરંતુ રણબીરે ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી.

દિલ્હી બેલી

2011માં આવેલી ફિલ્મ ’દિલ્હી બેલી’માં ઈમરાન ખાને મુખ્ય પાત્ર ભજવ્યું હતું, પરંતુ નિર્માતાઓની પહેલી પસંદ રણબીર કપૂર હતો. જોકે, આ ફિલ્મને પણ બાકી ફિલ્મોની જેમ તેણે ઠુકરાવી દીધી હતી અને તેના ઇનકાર બાદ ઇમરાન ખાનને આ રોલ મળ્યો હતો.

બેન્ડ બાજા બારાત

યશરાજ પ્રોડક્શનની સુપરહિટ ફિલ્મ ’બેન્ડ બાજા બારાત’એ રણવીર સિંહને રાતોરાત સ્ટાર બનાવી દીધો, પરંતુ તેને આ ફિલ્મ ત્યારે મળી જ્યારે ચોકલેટી બોય રણબીર કપૂરે તેમાં કામ કરવાની ના પાડી. એક ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે પણ કબૂલ્યું હતું કે મહત્ત્વની ફિલ્મો નકારી હોવાનો પસ્તાવો છે.

ડોન

ફિલ્મ ’ડોન’માં શાહરૂખ ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કિંગ ખાન પહેલા આ ફિલ્મની ઓફર રણબીરને આપવામાં આવી હતી તે સમયે રણબીરને લાગ્યું હતું કે એક્શન ફિલ્મ કરવી તેની કારકિર્દી માટે સારી નથી. આ કારણ આગળ ધરીને તેણે ફિલ્મ રિજેક્ટ કરી હતી. તેના નેગેટિવ રિસ્પોન્સ બાદ આ ફિલ્મ SRKની ઝોળીમાં જતી રહી હતી અને બોક્સઓફિસ પર આ ફિલ્મે ધમાકો કર્યો હતો.

રણબીર કપૂર દ્વારા રિજેક્ટ કરવામાં આવેલી આમાંની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી છે અને જ્યારે આ ફિલ્મો હિટ થઈ, ત્યારે રણબીર કપૂરને પણ તેના નિર્ણય પર પસ્તાવો થયો અને તે હજુ પણ આ ફિલ્મોને ઠુકરાવી દેવા બદલ પસ્તાવો કરે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.