લાલબાગ ચા રાજાના દરબારે પહોંચ્યા રણબીર કપૂર

આમચી મુંબઈ ફિલ્મી ફંડા

બ્રહ્માસ્ત્ર ફિલ્મને લઈને ચોમેર ચર્ચા થઈ રહી છે ત્યારે આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને આયાન મુખર્જી જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર રણબીર લાલબાગ ચા રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો. આયાન મુખર્જી સંગ રણબીરે બાપ્પાના આશિર્વાદ લીધા હતાં. નોંધનીય છે કે ઉજ્જૈનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મહાકાલેશ્વરના દર્શને જઈ રહ્યા હતાં ત્યારે હિંદુ સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો, જેને કારણે રણબીર આલિયાએ ભોલેનાથના દર્શન કરવાનું માંડી વાળ્યું હતું. નોંધનીય છે કે બ્રહ્માસ્ત્ર ફિલ્મ નવમી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.