રણબીર કપૂર એ બોલીવૂડનો ચોકલેટી બોય છે અને તેની ફેન ફોલોઈંગ એકદમ જબરી છે. આ જ કારણ છે કે તે જ્યાં જાય ત્યાં તેના ચાહકોની ભીડથી તે ઘેરાયેલો હોય છે. દરેક વ્યક્તિ રણબીર સાથે ફોટો ક્લિક કરાવવાનો પ્રયાસ કરે છે. રણબીર પણ તેના ચાહકોને ખૂબ જ પ્રેમથી મળે છે. પરંતુ તાજેતરમાં રણબીર તેના વર્તનથી એકદમ વિપરીત વર્ત્યો હતો અને તેણે તેના એક ફેનનો મોબાઈલ ફોન ઉપાડીને ફેંકી દીધો હતો.
Celebrities should think twice before acting on impulse like #Ranbirkapoor did today. pic.twitter.com/lxrh0apfwj
— Viral Bhayani (@viralbhayani77) January 27, 2023
સોશ સોશિયલ મીડિયા પર એક વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં રણબીર કપૂર તેના ફેન્સ સાથે જોવા મળી રહ્યો છે. એક ચાહક તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ રણબીર કપૂર તેનો ફોન પાછળ ફેંકી દે છે. જો કે, આ વીડિયો પાછળનું સત્ય શું છે, તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ નેટીઝન્સ તેના પર ખૂબ જ રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ વાયરલ વીડિયો વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં એક ફેન રણબીર સાથે સેલ્ફી લેતો જોઈ શકાય છે. રણબીર પણ ખુશીથી પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ પછી યુઝર ફરીથી સેલ્ફી લે છે. આ પછી, રણબીર ફેન્સના હાથમાંથી તેનો મોબાઈલ લઈ લે છે અને તેને પાછળની તરફ ફેંકી દે છે. આ દરમિયાન રણબીરના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાય છે. રણબીરને આવું વર્તન કરતા જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
હાલમાં કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ એક એડ વીડિયો છે. તેનો આગળનો ભાગ આવવાનો બાકી છે. તે જ સમયે કેટલાક યુઝર્સ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘હજી બનો તેમા ફેન…’ અન્ય એક યુઝરે લખ્યું, ‘કદાચ રણબીર એક સરસ ફોન લેવા માંગે છે.’ એક યુઝરે લખ્યું, ‘આટલું બધું શું થયું?’ કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે રણબીર પરેશાન થયો હશે. તેથી જ તેણે આવું વર્તન કર્યું હશે.