‘શોલે’ નો રિયલ લાઈફ વીરુ! પત્નીથી નારાજ પતિએ ટાંકી પર ચઢીને કર્યો હાઈ વોલ્ટેજ ડ્રામા, પછી જે થયું…

દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જે શોલે ફિલ્મના વીરુની યાદ અપાવે છે. મળતી માહિતી અનુસાર એક યુવકની પત્ની હરિદ્વાર જતી રહી હોવાથી તેનાથી નારાજ હતો અને દારૂના નશામાં પાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલી પાણીની ટાકી પર ચઢીને હંગામો કર્યો હતો. મળતી માહિતી અનુસાર ઘણા ટાઈમ સુધી ચાલેલા તમાશા બાદ લોકોએ પોલીસને સૂચના આપી હતી. સૂચના મળ્યા બાદ પોલીસે ત્યાં પહોંચીને યુવકને સમજાવ્યો, પરંતુ તે ન માનતાં ચુપચાપ ટાંકી પર ચઢી ગાય હતાં અને તેની ધરપકડ કરી હતી. શોલે ફિલ્મના વીરુ બનવું યુવકને ભારે પડ્યું હતું. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.