ઇન્દોર: ગુરુવારે ઇન્દોરના બાલેશ્ર્વર મહાદેવ-ઝુલેલાલ મંદિરમાં રામનવમીના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન વાવનાં પગથિયાં પરની છત તૂટી પડતાં ૧૩ જણ મૃત્યુ પામ્યા હતા. છત તૂટતાં બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત પચીસેક જણ ૪૦ ફૂટ નીચે વાવમાં પડ્યા હતા. લોકોને વાવમાંથી બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું.
૪૦ ફૂટ ઊંડી વાવમાં પડવાથી ઘણા લોકોને ગંભીર ઇજા થઈ હતી. વાવમાં પાંચેક ફૂટ પાણી હોવાથી પણ ઇજાનું પ્રમાણ વધી ગયું હતું. વાવમાંથી બહાર કઢાયેલા ઇજાગ્રસ્તોમાંથી ૧૩ જણના મૃત્યુ થયાં હતાં. અન્ય ઘાયલોમાં અનેકની સ્થિતિ ગંભીર છે. ઘટનાસ્થળે હાજર ધારાસભ્ય માલિની ગૌંડના પુત્ર એકલવ્યે જણાવ્યું હતું કે પોલીસ અને ફાયર બ્રિગેડે આ દુર્ઘટનામાં ગુરુવારે સાંજ સુધીમાં આઠ જણ માર્યા ગયા હોવાની માહિતી આપી હતી. તંત્રે મરણાંક વધવાની પણ શક્યતા દર્શાવી છે.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે ઇન્દોરના સ્નેહ નગરની પાસે પટેલ નગર સ્થિત મંદિરમાં રામનવમી નિમિત્તે હવન ચાલતો હતો. એ વખતે ઘણા ભક્તો વાવના પગથિયાંની છત પર બેઠા હતા. છત પર ભાર વધી જતાં
અચાનક તૂટીને પાણીમાં પડી હતી. ૬૦ વર્ષ જૂના મંદિરમાં ક્ધયા પૂજનનો કાર્યક્રમ હોવાથી લોકોની ભીડ વધારે હતી. દુર્ઘટનાના સમાચાર મળતાં કલેક્ટર, પોલીસ કમિશનર, ઇન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ તથા નગરસેવકો બાલેશ્ર્વર મહાદેવ-ઝુલેલાલ મંદિરે પહોંચ્યા હતા.
આ દુર્ઘટનાની સમાચાર મળતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સાથે ફોન પર વાત કરી હતી. વડા પ્રધાને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ઇન્દોરની દુર્ઘટનાના સમાચાર જાણીને ઘણું દુ:ખ થયું છે. મેં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણજી જોડે વાત કરીને પરિર્સ્ેિથતિની જાણકારી મેળવી છે. રાજ્ય સરકારે વેગપૂર્વક બચાવ અને રાહત કામગીરી કરી. દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોને હું સાંત્વન પાઠવું છું.
આ ઉપરાંત કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિત અનેક મહાનુભાવોએ આ દુર્ઘટના બાબતે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે અસરગ્રસ્તોને શક્ય એટલી બધી સહાય કરવાની બાંયધરી આપી હતી. (એજન્સી)
—————
આંધ્રના મંદિરમાં આગ લાગી
અમરાવતી: ગુરુવારે બપોરે આંધ્ર પ્રદેશના પશ્ર્ચિમ ગોદાવરી જિલ્લાના દુવ્વા ગામના વેણુગોપાલાસ્વામી મંદિરમાં રામનવમીની ઉજવણી દરમિયાન મંદિર પરિસરના મંડપમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ થોડી મિનિટમાં મંડપમાં ફેલાઈ હતી. આ દુર્ઘટનામાં જાનહાનિના સમાચાર મળ્યા નથી. ફાયર બ્રિગેડે એકાદ કલાકમાં આગ બુઝાવી હતી. આગ લાગ્યા બાદ તરત રામભક્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. મંડપ બળી જવા સિવાય અન્ય કોઈ નુકસાન થયું નહિ હોવાનું પોલીસે જણાવ્યું હતું. (એજન્સી) ઉ