Homeટોપ ન્યૂઝબાબા રામદેવે અમૃતા ફડણવીસની સામે મહિલાઓના કપડા પર કહી એવી વાત, સાંભળીને...

બાબા રામદેવે અમૃતા ફડણવીસની સામે મહિલાઓના કપડા પર કહી એવી વાત, સાંભળીને ચોંકી જશો

યોગગુરુ બાબા રામદેવે મહિલાઓના કપડા અંગે વાંધાજનક ટિપ્પણી કરી છે. થાણેમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે, મહિલાઓ સાડી પહેરીને પણ સારી લાગે છે. સલવાર કમીઝ સાથે પણ સારી લાગે છે… મારા મતે કંઈપણ પહેર્યા વિના પણ સારી લાગે છે. આમ કહેતો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ પણ હાજર હતા.
મળતી માહિતી અનુસાર રામદેવ બાબાએ થાણેમાં એક સભામાં આ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ યોગા માટે કપડાં લઈને આવી હતી. આ પછી મહિલાઓની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે મહિલાઓ સાડીઓ લઈને આવી હતી. મહિલાઓ માટે યોગ તાલીમ પ્રવૃતિઓ અને પછી તરત જ મહિલાઓ માટે એસેમ્બલી શરૂ કરવામાં આવી હતી. તેથી જ મહિલાઓને સાડી પહેરવાનો મોકો મળ્યો નહોતો.
આ સંદર્ભમાં બાબા રામદેવે કહ્યું, જો તમે સાડી પહેરી શકતા નથી તો કોઈ વાંધો નથી… હવે ઘરે જઈને સાડી પહેરજો. રામદેવે વધુમાં કહ્યું કે મહિલાઓ સાડીમાં સારી લાગે છે, અમૃતા ફડણવીસની જેમ મહિલાઓ ડ્રેસ (સલવાર સૂટ)માં પણ સારી લાગે છે.. અને મારી દ્રષ્ટિએ તેઓ કંઈપણ પહેર્યા વિના પણ સારી દેખાય છે. આ કાર્યક્રમમાં બાબા રામદેવે અમૃતા ફડણવીસના ખૂબ વખાણ કર્યા હતા.

તેમના આવા નિવેદન બાદ રાજકીય વિવાદ ચગવાની વકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular