રામચરિતમાનસને ‘નફરત ફેલાવતો ગ્રંથ’ કહેવા બદલ સમાજવાદી પાર્ટી(સપા)ના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય વિવાદોના ઘેરામાં સપડાયા છે. નિવેદન બદલ ભાજપે સ્વામી પ્રસાદ મૌર્ય અને સપા પર પ્રહારો કર્યા હતા. અમુક હિન્દુત્વવાદી સંગઠનોએ સ્વામી પ્રસાદ મૌર્યને ધમકીઓ આપી હતી. એક ટ્વિટમાં તેમણે જીભ કાપવા અને માથા કાપવાના નિવેદન આપનારાઓને આતંકવાદી અને જલ્લાદ ગણાવ્યા છે.
સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ટ્વીટર પર લખ્યું, “હાલમાં મેં આપેલા નિવેદન પર કેટલાક ધર્મના ઠેકેદારોએ મારી જીભ કાપી નાખનાર અને શિરચ્છેદ કરનારને ઈનામ જાહેર કર્યું છે. જો બીજા કોઈ વ્યક્તિએ આવું કહ્યું હોત તો તેને આ ઠેકેદાર આતંકવાદી કહેત.હવે આ સંતોનમહંતો, ધર્માચાર્યો અને જાતીવિશિષ્ટ લોકોને શું કહેવાય આતંકવાદી, મહાશૈતાન કે જલ્લાદ?”
નોંધનીય છે કે ગત 24મી જાન્યુઆરીએ અખિલ ભારત હિન્દુ મહાસભાના એક નેતાએ સ્વામી પ્રસાદ મૌર્યની જીભ કાપી લાવનારને 51,000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. મહાસભાના જિલ્લા પ્રભારી સૌરભ શર્માએ કહ્યું હતું કે, “કોઈ બહાદુર વ્યક્તિ જો સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યની જીભ કાપી લાવશે તો તેને 51,000 રૂપિયાનો ચેક આપવામાં આવશે. તેણે આપણા ધાર્મિક ગ્રંથનું અપમાન કર્યું છે અને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.”
આ ઉપરાંત અખિલ ભારત હિંદુ મહાસભાના સભ્યોએ સ્વામી પ્રસાદ મૌર્યના પુતળાનું પ્રતિકાત્મક સરઘસ કાઢી, તેમના પૂતળાનું દહન કર્યું અને તેને યમુના નદીમાં ફેંકી દીધું. બીજી તરફ સ્વામી પ્રસાદ મૌર્ય તેમના નિવેદન પર કાયમ છે.
રામચરિતમાનસ વિવાદ: ‘આ લોકોને સંત-મહંત નહિ આતંકવાદી કહેવાય’, સ્વામી પ્રસાદ મૌર્યનું ટ્વિટ
RELATED ARTICLES