Homeટોપ ન્યૂઝરામચરિતમાનસ વિવાદ: સપા વિધાનસભ્યએ અભ્યાસક્રમમાંથી તુલસીદાસને હટાવવાની માંગ કરી

રામચરિતમાનસ વિવાદ: સપા વિધાનસભ્યએ અભ્યાસક્રમમાંથી તુલસીદાસને હટાવવાની માંગ કરી

ઉત્તરપ્રદેશ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય છેલ્લા કેટલાક દિવસોથી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે. તેમણે રામચરિતમાનસની વિવાદાસ્પદ પંક્તિઓ પર નિવેદન આપ્યું હતું. જે બાદ તેમણે હિંસાને સમર્થન આપતા સાધુ-સંતો પર આકરી ટીપ્પણીઓ કરી હતી. હવે પાર્ટીના રાણીગંજના વિધાનસભ્ય ડૉ.આરકે વર્માએ પણ રામચરિત માનસ પર સવાલો ઉભા કર્યા છે.
સપાના વિધાનસભ્ય ડૉ.આર.કે.વર્માએ જણાવ્યું હતું કે, “તુલસીદાસ ભેદભાવ, ઉંચી-નીચ, અસ્પૃશ્યતા, અસમાનતાની માનસિકતાથી પીડિત કવિ હતા, જેમના રામચરિત માનસના અનેક શ્લોકો જે બંધારણ વિરોધી છે, આજના પછાત, અનુસૂચિત, મહિલા અને સંત સમાજ અપમાનિત થાય છે. આવા શ્લોકોને હટાવવાની સાથે તુલસીદાસને અભ્યાસક્રમમાંથી હટાવવા જોઈએ.”

“>

બીજી તરફ સ્વામી પ્રસાદ મૌર્યએ સોમવારે ફરી એકવાર કહ્યું કે, “રામચરિત માનસ પર પ્રતિબંધ મૂકવાની કોઈ વાત નથી. પુસ્તકના કેટલાક શ્લોકો વાંધાજનક છે. હું તમામ ધર્મોનું સન્માન કરું છું, ગાળો આપવી અને અપમાન કરવું એ ધર્મ ન હોઈ શકે.”
જે બાદ તેણે કહ્યું હતું કે, “મેં રામચરિતમાનસના કેટલાક ભાગો પર ટિપ્પણી કરી છે. અમે કંઈ નવું નથી કહ્યું કે અમે કોઈના ઈશ્વર પર હુમલો કર્યો નથી. અમે કોઈ ધાર્મિક પુસ્તક પર આંગળી પણ નથી ઉઠાવી, અમે તુલસીદાસે લખેલી રામચરિતમાનસની ચોપાઈના એક અંશ અંગે સાવલો ઉઠાવ્યા છે.”
આ મામલે વિરોધી પાર્ટીઓએ સપાને ઘેરવાનું શરૂ કરી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular