ઉત્તરપ્રદેશના સપા MLC સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસ અંગે કરેલી ટીપ્પણી બાદ વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. બુધાવરે હનુમાનગઢીના સંત રાજુદાસે તેના સમર્થકો સાથે સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ બંનેના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ મામલો શાંત પાડ્યો હતો. સ્વામી પ્રસાદ મૌર્યએ લખનઉ પોલીસ કમિશનરને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે મહંત રાજુ દાસ, મહંત પરમહંસ દાસ અને તેમના સમર્થકોએ લખનઉમાં તલવારો અને કુહાડીઓ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ ગોમતીનગરની એક હોટલમાં એક ન્યૂઝ ચેનલ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી પ્રસાદનું સેશન બપોરે 12 વાગ્યે હતું, જ્યારે રાજુદાસનું સેશન 2 વાગ્યે હતું. રાજુદાસ બીજા સંતો સાથે પહેલેથી જ ત્યાં પહોંચી ગયા. ઈન્ટરવ્યુ પૂરો થયા બાદ સ્વામી પ્રસાદ ત્યાંથી જવા લાગ્યા. ત્યારે જ રાજુદાસ અને અન્ય સંતો તેમની પાછળ આવ્યા સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો. રાજુદાસ અને સ્વામી પ્રસાદ વચ્ચે બોલાચાલી થયા બાદ સંતોએ હુમલો કરી દીધો હતો. હાજર પોલીસકર્મીઓએ મામલો શાંત કરાવ્યો હતો.
#BreakingNews#SamajwadiParty leader #SwamiPrasadMaurya and Ayodhya’s Hanuman Garhi #MahantRajuDas come to blows in Lucknow.#RajuDas pic.twitter.com/hidgTegkLX
— IANS (@ians_india) February 15, 2023
“>
સ્વામી પ્રસાદે મૌર્યએ કહ્યું કે તેઓ કાર્યક્રમમાંથી જઈ રહ્યા હતા. પૂજારીના સમર્થકોએ મારામારી કરી હતી. આ મામલે તેમણે પોલીસ કમિશનરને પત્ર પણ લખ્યો છે. તો બીજી તરફ હનુમાનગઢીના પૂજારી રાજુદાસે આરોપ લગાવ્યો કે સ્વામી પ્રસાદે તેમને ભગવા આતંકવાદી કહ્યા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે તપાસ ચાલુ છે, એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.