‘રામ તેરી ગંગા મૈલી’ની મંદાકિની યાદ છે? હવે દેખાય છે આવી, એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં કરી રહી છે એન્ટ્રી

ફિલ્મી ફંડા

રાજ કપૂરની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’માં ઝરણા નીચે સફેદ સાડીમાં ભીંજાતી મંદાકિનીને આજે પણ લોકો ભૂલી શક્યા નથી. મંદાકિની છે કયાં? એ હવે કેવી દેખાય છે? જો આવા સવાલ તમને થતા હોય તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. મંદાકિની એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેના મ્યૂઝિક વીડિયો ‘મા ઓ મા’થી કમબેક કરી રહી છે. ગીતનું ફર્સ્ટ પોસ્ટર પણ રિલીઝ થઇ ગયુ છે. મંદાકિની છેલ્લે વર્ષ 1996માં ફિલ્મ જોરદારમાં જોવા મળી હતી. આશરે બે દાયકા બાદ ફરી એકવાર તે તેના દીકરા રબિલ ઠાકુર સાથે એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એન્ટ્રી કરી રહી છે. મંદાકિનીના ગીતનું પોસ્ટર સામે આવતા જ તેના ફેન્સ તેને જોવા માટે એક્સાઇટેડ થઇ ગયા છે.

<

>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.