રણવીર સિંહના સમર્થનમાં આવ્યા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહના ન્યુડ ફોટોશૂટનો વિવાદ સોશિયલ મીડિયામાં ભારે ચગ્યો છે. રણવીર સિંહના ચાહકો તેના આ ફોટોશૂટને સેક્સી અને કુલ કહી રહ્યા છે ત્યારે તેના ન્યૂડ ફોટાનો વિરોધ કરનારા લોકોની પણ કમી નથી.
રણવીરની સામે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર પણ નોંધાવવામાં આવી છે. તેના પર મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
જોકે, બોલીવૂડના અનેક લોકોએ રણવીર સિંહને સમર્થન આપ્યું છે. પીઢ ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ ‘ગલીબોય’ના હીરો રણવીર સિંહનના ન્યુડ ફોટોશૂટ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે રણવીર સિંહનું સમર્થન કર્યું છે અને તેના ન્યુડ ફોટોશૂટને લિંગ સમાનતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે. ન્યુડ ફોટોશૂટ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા રામ ગોપાલ વર્માએ સવાલ કર્યો હતો કે સ્ત્રીઓ જો પોતાનું સેક્સી શરીર દર્શાવી શકે તો પુરૂષો કેમ ના દર્શાવી શકે.
લોકોના બેવડા ધોરણ છે. તેઓ સ્ત્રીઓ અને પુરૂષોને અલગ અલગ માપદંડો દ્વારા જજ કરે છે. પુરૂષોને પણ સ્ત્રીઓ જેટલા જ સમાન અધિકારો મળવા જોઇએ. ભારતે લિંગ ભેદ અને અસમાનતામાંથી બહાર આવવું જોઇએ. રણવીર સિંહ લિંગ સમાનતા (જેંડર ઇક્વાલિટી) જ રજૂ કરી રહ્યો છે. આપણે સમય સાથે આગળ વધવું જ જોઇએ, એમ રામ ગોપાલ વર્માએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે હાલમાં જ અભિનેતા અર્જુન કપુર અને અભિનેત્રી આલિયા ભટ્ટે ન્યુડ ફોટોશૂટ અંગે રણવીર સિંહનું સમર્થન કર્યું હતું. આલિયાએ રણવીરને પ્રિય અભિનેતા ગણાવ્યો હતો.

1 thought on “રણવીર સિંહના સમર્થનમાં આવ્યા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા

  1. During my studies I had occasion to visit world’s largest advertising agency BBDO in New York City along with my classmates. One of them asked a question to the BBDO’s Creative Dept. Head why they pitched product using sex as an attention-getter. His answer went right to the heart of the matter. Sex sells, he said. How would you have known this unless you watched it and paid attention. We aim to pitch our clients’ products with a view to increase their sale. If you stopped watching these advertisements, it would be reflected in declining sales. The fact that you are watching and paying attention, we use sex as a tool. If you stop watching them, there would be no such ads. The fault lies not in the stars but in ourselves. So stop being self-righteous, If you don’t like/approve, don’t watch. You can’t legislate morality and impose your views on others.

vasant Joshi ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.