સાઉથના મેગાસ્ટાર રામચરણની પત્નીએ બેબી પ્લાનિંગને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું પોપ્યુલેશન કન્ટ્રોલને કારણે બાળકો નથી ઈચ્છતી

ફિલ્મી ફંડા

Mumbai: ટોલીવૂડ સ્ટાર રામચરણની પત્ની ઉપાસનાએ હાલમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જે સોશિયલ મીડિયા પર આગની ઝડપે વાયરલ થઈ રહ્યું છે. ફિલ્મ સ્ટારની પત્ની ઉપાસનાએ સદગુરુ સાથે વાતચીત દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે પોપ્યુલેશન કન્ટ્રોલને કારણે બેબી પ્લાનિંગ નથી કરી રહી આ ઉપરાંત તેણે તેના જીવનમાં RRRનો અર્થ શું છે કે સમજાવ્યું હતું.  ઉપાસનાએ જણાવ્યું હતું કે, રિલેશનશિપ, રિપ્રોડર્શન અને રોલ આ ત્રણ આર મારા જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.

સદગુરુ સાથેની વાતચીતમાં ઉપાસનાએ કહ્યું હતું કે પોપ્યુલેશન કન્ટ્રોલને કારણે બાળકો કરવા નથી માગતી. આ વાત પર પ્રતિક્રિયા આપતાં સદગુરુએ જણાવ્યું હતું કે, લોકો કાર્બર ફૂટપ્રિંટને લઈને પરેશાન છે, પરંતુ મનુષ્યોના ફુટપ્રિન્ટ ઘટવા લાગે તો પછી ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરવાની કરવાની કોઈ જરૂર નથી.

નોંધનીય છે કે આ પહેલા રામચરણએ પણ બેબી પ્લાનિંગ વિશે જણાવ્યું હતું કે, હું મેગાસ્ટાર ચિરંજીવીનો દીકરો છું એટલે ચાહકોને ખુશ કરવા એ મારું કર્તવ્ય છે. બેબી પ્લાનિંગ કરીને પોતાનો પરિવાર વધારીશ તો મારું ધ્યાન મારા લક્ષ્ય પરથી હટી જશે. સિનેમા મારો પહેલો પ્રેમ છે. જોકે મારી પત્ની પણ તેના જીવનના કેટલાક જરૂરી લક્ષ્યોને પૂરા કરવામાં વ્યસ્ત છે. તેથી હાલમાં પરિવાર બનાવવાનું વિચારી રહ્યા નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.