આવતી કાલે એટલે કે 11 ઓગસ્ટના રોજ ભાઈ બહેનના સંબંધનો પવિત્ર એવો રક્ષાબંધનનો તહેવાર છે. છેલ્લાં બે અઠવાડિયાથી માર્કેટમાં રાખડીઓનું ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે. જો તમે પણ તમારા ભાઈ માટે રાખડી ખરીદવા જઈ રહ્યા હોય તો શાસ્ત્રો અનુસાર કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂર છે. શ્રાવણ મહિનાની પૂનમે આવતા રક્ષાબંધનના તહેવાર માટે હાલમાં ફેન્સી રાખડીઓનો ટ્રેન્ડ વધી રહ્યો છે, પરંતુ તેની સુંદરતામાં કેટલાક અશુભ ચિન્હો પણ છુપાયેલા છે.

દેવી દેવતાઓની તસવીરો વાળી રાખડીઓ ક્યારેય ભાઈના કાંડા પર બંધવી જોઈએ નહીં. ભાઈઓના કાંડા પર બંધાયેલી રાખડી તેના સામાન્ય જીવનની ઘણી ગતિવિધિઓને અપવિત્ર કરી શકે છે.

માર્કેટમાં ખૂબ જ ભીડ રહેતી હોય છે જેને કારણે લોકો ઉતાવળમાં ખંડિત રાખડી ખરીદી લે છે, જે ભાઈના જીવનમાં અશુભ પરિણામ આપે છે.

Google search engine