રાખી સાવંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું વિવાદાસ્પદ નામ છે કે જે દર થોડાક સમયે કોઈ નવા વિવાદમાં ના સપડાતું હોય. હવે ફરી એક વખત આ આઈટમ ગર્લ ચર્ચામાં આવી છે અને તેનું કારણ છે તેના બીજા લગ્ન.
વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 15ના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ રિતેશ સિંહ પર કેટલાક ગંભીર આક્ષેપો મૂક્યા હતા અને બંને જણે છુટાછેડા લઈને છુટા પડવાનું નક્કી કર્યું હતું. આ ઘટનાના થોડાક મહિના બાદ જ રાખીની મુલાકા આદિલ ખાન દુરાની સાથે થઈ હતી અને બંને જણે એકબીજાને ડેટ કરવાનું શરું કર્યું હતું.
રાખીએ અનેક વખત પોતે આદિલ સાથે લગ્ન કરવા માગતી હોવાની વાત મીડિયા સામે કરી છે, પણ આ વાતમાં તેનો પરિવાર અવરોધરુપ બની રહ્યો હોવાની વાતો પણ સાંભળવા મળી હતી. પરંતુ તેમની વચ્ચે બધુ ઠીક થઈ ગયું હોય તેમ લાગે છે. કારણ કે, રાખી સાવંતે આદિલ સાથે કોર્ટ મેરેજ કરી લીધા હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, બંનેમાંથી કોઈએ તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર સત્તાવાર તેની જાહેરાત કરી નથી.
પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી તસવીરોમાં રાખી અને આદિલના હાથમાં મેરેજ સર્ટિફિકેટ જોવા મળી રહ્યું છે. બંનેના ગળામાં વરમાળા પર જોઈ શકાય છે. બીજી એક તસવીરમાં રાખી ડોક્યુમેન્ટ્સ પર સહી કરી રહી છે. જો કે, મેરેજ રિજસ્ટ્રેશનનું જે સર્ટિફિકેટ સામે આવ્યું છે, એ પ્રમાણે તો તેમના લગ્ન ગત વર્ષે જ થઈ ગયા હતા અને હવે તેની તસવીરો ઓનલાઈન વાયરલ થઈ છે, ખેર આ તો રાખી છે ભાઈસાબ, કંઈ નવું કે નોખું ના કરે તો નવાઈ!!!