બી-ટાઉનની ડ્રામા ક્વીન રાખી સાવંત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી જ રહી છે. હાલમાં તે આદિલ સાથેના પોતાના લગ્નની કોન્ટ્રોવર્સીને કારણે લાઈમલાઈટમાં આવી હતી. આદિલે લગ્નનો ઈન્કાર કર્યો હતો.
એક તરફ રાખી સાવંત કહે છે કે તેણે તેના બોયફ્રેન્ડ આદિલ સાથે લગ્ન કરી લીધા છે. બીજી તરફ આદિલે કહ્યું કે તેણે રાખી સાથે લગ્ન કર્યા નથી. આ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર રાખી રડતી જોવા મળી હતી, પણ હવે રાખીએ ફરી એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નવો જ વિવાદ છંછેડ્યો છે.
રાખીએ તેના ઈન્સ્ટાગ્રામ પર આદિલ સાથેનો એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત આ દિવસોમાં પોતાના બીજા લગ્નને લઈને ચર્ચામાં છે.
View this post on Instagram
હાલમાં જ રાખીએ તેના ઈન્સ્ટાગ્રામ પર આદિલ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ રાખીને સતત ટ્રોલ કરી રહ્યા છે. જેમાંથી એક યુઝરે લખ્યું કે શું ચાલી રહ્યું છે આ બધું તો બીજા એક યુઝરે લખ્યું- ક્યારેક તું હસે છે તો ક્યારેક રડે છે.. મને સમજાતું નથી કે શું ચાલી રહ્યું છે. અન્ય યુઝરે લખ્યું- આ ડ્રામા છે આ બધો… આ સિવાય કેટલાક યુઝર્સે તેને સ્પષ્ટપણે પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યું છે.