ટીવીની ડ્રામા ક્વીન રાખી સાવંત પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેણે તેના પતિ આદિલ પર ઘરેલુ હિંસા સહિતના અનેક આરોપો લગાવ્યા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે આદિલની ધરપકડ કરી હતી. હાલમાં આદિલ જેલમાં છે અને આ દરમિયાન રાખી સાવંતની અભિનેત્રી શર્લિન ચોપરા સાથેની મિત્રતા દિવસેને દિવસે વધી રહી છે. આ બધું જોઈને લોકોએ કપાળ કૂટ્યું છે.
રાખી સાવંત અને શર્લિન ચોપરાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને પાપારાઝીની સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સો હેરાન થઇ ગયા છે, કારણ કે થોડા દિવસો પહેલા શર્લિને રાખી વિરુદ્ધ તેના વાંધાજનક ફોટા અને વીડિયો વાયરલ કરવાની ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે રાખીને પૂછપરછ માટે બોલાવી હતી, પરંતુ હવે બંને ખૂબ સારા મિત્રો બની ગયા છે.
બંનેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાખી અને શર્લિન એકસાથે કેક કાપતા જોવા મળે છે. કેમેરાની સામે પણ શર્લિને રાખીના ગાલ પર કિસ કરી છે. હવે યુઝર્સે આ વીડિયોને લઈને બંનેને જોરદાર ટ્રોલ કર્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘યે ક્યા હો રહા હૈ’. બીજાએ ટિપ્પણી કરી, ‘આ બધુ ડ્રામા છે’. અન્ય યુઝરે લખ્યું, ‘તે ક્યારે મિત્ર બની’. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, ‘શું થઈ રહ્યું છે ભાઈ’.
આ પહેલા રાખીએ મોટિવેટ કરવા બદલ શર્લિનની જોરદાર પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાખી સાવંતે પતિ આદિલ ખાન દુર્રાની વિરુદ્ધ IPCની કલમ 498A, 377, 406, 323,504, 506 હેઠળ FIR નોંધાવી હતી, જેના પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.
રાખી સાવંત-શર્લિન ચોપરાઃ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ…
RELATED ARTICLES