રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરે બુકિંગ શરૂ કર્યા, 7 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પર ફ્લાઈટ શરૂ કરશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત અકાસા એરે ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન પાસેથી તેની ફ્લાઈંગ પરમિટ મેળવી લીધી છે. અકાસા એરલાઇને જુલાઈ-અંતમાં ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. અકાસા એરે ટિકિટના બુકિંગ શરૂ કરી દીધા છે. અકાસા એર 7 ઓગસ્ટે મુંબઈ-અમદાવાદ રૂટ પર તેની પ્રથમ કમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ કરશે. અકાસા એર તરફથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે 28 સાપ્તાહિક ફ્લાઈટ્સ ઓફર કરવામાં આવી છે. ત્યાર બાદ 13 ઓગસ્ટથી એરલાઈન બેંગલુરુ અને વચ્ચે વધારાની 28 સાપ્તાહિક ફ્લાઈટ્સનું સંચાલન શરૂ કરશે.
હાલમાં અકાસા એર બે 737 મેક્સ એરક્રાફ્ટ સાથે તેની કમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ કરી રહી છે. આકાસા એરના સહ-સ્થાપક અને મુખ્ય વાણિજ્ય અધિકારી પ્રવીણ ઐયરે જણાવ્યું હતું કે તેઓ તદ્દન નવા બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ સાથે 7 ઓગસ્ટથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેની ફ્લાઈટ્સ શરૂ કરી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ તબક્કાવાર તેમના નેટવર્કનો વિસ્તાર કરશે. તેમના કાફલામાં દર મહિને બે વિમાન ઉમેરવામાં આવશે. આગામી ચાર વર્ષમાં અંદાજે 70 વિમાનો ચલાવવાની યોજના છે અને તેણે 72 બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. આ ડીલ 2022 દુબઈ એર શોમાં હસ્તાક્ષર કરવામાં આવી હતી.
વિમાનમાં ફ્લાયર્સને બોઇંગ સ્કાય ઇન્ટિરિયરની સાથે નરમ સીટ કુશન, સ્પેસિયસ લેગ રૂમ અને યુએસબી પોર્ટ જેવી સુવિધા આપવામાં આવશે. Akasa Airની બાય-ઓન-બોર્ડ ભોજન સેવા Café Akasa પર ઉપલબ્ધ હશે – જેમાં પાસ્તા, ભારતીય વાનગીઓ, વિયેતનામીસ રાઇસ રોલ્સ, હોટ ચોકલેટ સહિત ભોજનના વિકલ્પોની વિશાળ પસંદગી ઓફર કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.