ભારતને ‘આકાસા એર’ આપવા બદલ રાકેશ ઝુનઝુનવાલાને યાદ કરવામાં આવશે: નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે ભારતને નવી ફ્લાઇટ કંપની ‘અકાસા એર’ આપવા બદલ તેમને યાદ કરવામાં આવશે. ભારતના ‘વોરેન બફેટ’ તરીકે જાણીતા શેરબજારના અનુભવી રોકાણકાર ઝુનઝુનવાલાનું રવિવારે સવારે મુંબઈમાં અવસાન થયું. ઝુનઝુનવાલાની ‘નેટવર્થ’ $5.8 બિલિયન (રૂ. 46,000 કરોડ) છે. તેની પાસે અકાસા એરમાં 40 ટકા હિસ્સો છે. સિંધિયાએ 7 ઓગસ્ટે મુંબઈથી અમદાવાદની અકાસા એરની પ્રથમ ફ્લાઈટને ફ્લેગ ઓફ કરી હતી. અકાસા એરને 7 જુલાઈના રોજ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી ફ્લાઈટ ઓપરેશન સર્ટિફિકેટ મળ્યું હતું.
સિંધિયાએ રવિવારે કહ્યું, “રાકેશ ઝુનઝુનવાલાજી માત્ર એક કુશળ ઉદ્યોગપતિ જ નહી, પરંતુ તેમણે ભારતના વિકાસમાં પણ રોકાણ કર્યું હતું.ભારતને નવી ફ્લાઇટ કંપની અકાસા એર આપવા બદલ તેમને હંમેશા યાદ કરવામાં આવશે. હું તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.” ઝુનઝુનવાલા 7 ઓગસ્ટે અકાસા એરની પ્રથમ ફ્લાઈટને ફ્લેગ ઓફ કરતી વખતે મુંબઈ એરપોર્ટ પર હાજર હતા.

ઝુનઝુનવાલાએ તે સમયે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, “મારે તમારો (સિંધિયા) આભાર માનવો જોઈએ કારણ કે લોકો કહે છે કે ભારતમાં ખૂબ જ ખરાબ અમલદારશાહી છે, પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અમને જે સહકાર આપવામાં આવ્યો છે તે અવિશ્વસનીય છે,” તેમણે કહ્યું હતું કે વિશ્વમાં ક્યાંય કોઈ એરલાઈન્સ નથી જે કલ્પના કર્યાના બાર મહિનાની અંદર સાકાર કરવામાં આવી હોય. “સામાન્ય રીતે નવ મહિનામાં બાળકનો જન્મ થાય છે, તેમાં અમને 12 મહિનાનો સમય લાગ્યો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સહકાર વિના આ શક્ય બન્યું ન હોત.”

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.