પરિવારે રાજુ શ્રીવાસ્તવ માટે કરી પૂજા, આપ્યું મોટું અપડેટ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના પરિવારે તેમના સારા સ્વાસ્થ્ય માટે ઘરે પૂજાનું આયોજન કર્યું હતું.
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં ધીમો સુધારો થઇ રહ્યો છે. તેઓ હજુ પણ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ છે. શુક્રવારે રાત્રે, રાજુ શ્રીવાસ્તવના નાના ભાઈ દીપુ શ્રીવાસ્તવે કોમેડિયનના ચાહકોને તેની તબિયત વિશે અપડેટ આપતા જણાવ્યું હતું કે, “રાજુ હજી હોસ્પિટલમાં છે. તેમનો ચેપ ઓછો થઈ રહ્યો છે. મને ખાતરી છે કે તેના ચાહકોના આશીર્વાદ તેના સુધી પહોંચી રહ્યા છે.”
રાજુ શ્રીવાસ્તવની તબિયત વિશે અપડેટ આપતાં, શેખર સુમને શુક્રવારે સોશિયલ મીડિયા પર જઈને લખ્યું હતું કે, “રાજુ હવે ખતરાની બહાર છે. શ્રેષ્ઠ ડૉક્ટર્સ, ન્યુરો સર્જન તેની સારવાર કરી રહ્યા છે અને હવે આશા દેખાઈ રહી છે. મને લાગે છે કે રાજુ પાસે લડાયક ખમીર છે અને જીવન-મોતની સામે જંગ લડવાની તેમની ઈચ્છા છે. અમારી સામૂહિક પ્રાર્થના સાંભળવામાં આવી રહી છે. હર હર મહાદેવ.”
રાજુ શ્રીવાસ્તવ માટે ચાહકો સતત પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકોએ પણ તેમના સ્વાસ્થ્ય માટે સોશિયલ મીડિયા પર પ્રાર્થનાના મેસેજ મૂક્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.