Mumbai: બોલીવૂડ એક્ટર રાજપાલ યાદવ (Rajpal Yadav) પર 20 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરિંદર સિંહ નામના એક બિલ્ડરે રાજપાલ યાદવ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજપાલ યાદવે બિલ્ડરના દીકરાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સપોર્ટ કરવા અને આગળ વધારવા માટે 20 લાખ રૂપિયા લીધા હતા, પણ એક્ટરે કોઇપણ જાતની મદદ કરી નહીં. જયારે સુખરિંદર પૈસા માગવા માટે તેમની પાસે ગયા ત્યારે રાજપાલ યાદવ ગાયબ થઇ ગયા અને ઉપરથી કોલ રિસિવ કરવાનું પણ બંધ કરી દીધું.
પૈસા પરત ન મળતા બિલ્ડરે એક્ટર વિરુદ્ધ તુકોગંજ પોલીસ સ્ટેશન (ઇન્દોર)માં FIR નોંધાવી છે. પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇને તરત કાર્યવાહી શરૂ કરી દીધી છે અને નોટિસ મોકલીને રાજપાલ યાદવને 15 દિવસની અંદર હાજર થવા માટે કહ્યું છે.
