રાજકુમારને આવી ગઈ સુશાંતની યાદ

ફિલ્મી ફંડા

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચાર અંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુશાંતે અચાનક જ આ દુનિયાને અલવિદા કહી દીધી તે ઘણું શોકિંગ અને હાર્ટબ્રેકીંગ હતું. જયારે એક પત્રકારે મને સુશાંતના નિધનના સમાચાર આપ્યા ત્યારે વિશ્વાસ જ નહોતો થતો કે આવું પણ થશે. સુશાંતની મોતના સમાચાર હાર્ટ બ્રેકિંગ હતાં. મને હજી પણ યાદ છે કે હું મારા ઘરે હતો અને જમવાની તૈયારી કરી રહ્યો હતો. તે વખતે એક પત્રકારે મારા લેન્ડલાઈન નંબર પર ફોન કરીને સુશાંતના મોતના સમાચાર આવ્યા હતાં. તેના વિશે જાહેરમાં કંઈ બોલવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. એક ક્રિએટિવ અને જાણીતા એક્ટરનું નિધન ઈન્ડસ્ટ્રી માટે મોટું નુકસાન સમાન હતું.
નોંધનીય છે કે સુશાંત અને રાજકુમારે કાય પો છે ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને બંને સારા મિત્રો હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.