હજુ તો ફેબ્રુઆરી ચાલે છે ને રાજકોટ જેવા શહેરમાં આવી મોકાણ

99

 

ફેબ્રુઆરી મહિનો પૂરો થવાને હજુ દસેક દિવસની વાર છે. ઉનાળાની ઋતુ શરૂ થઈ નથી ત્યારે ગતિશીલ ગુજરાતમાં ઠેર ઠેર પીવા અને વાપવાના પાણીની મોકાણ શરૂ થઈ છે. ગામડા તો ઠીક
ગામડા તો ઠીક રાજકોટ જેવા સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેરમાં અત્યારથી પાણીની અછત સર્જાય છે ને મહિલાઓએ છેક પાલિકાની ઓફિસ બહાર છાજિયા લેવાની વારો આવ્યો છે. ચૂંટણી સમયે હર ઘર જલની મોટી વાતો કરતી કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્થાનિક સ્તરે પાણીનો સંગ્રહ શા માટે નથી કરતી તે ન સમજી શકાય તેવી વાત છે. વરસાદ સમયે અહીંની નદીઓમાં પુર આવ્યા હતા અને ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, પરંતુ હાલમાં લોકોએ પાણી માટે ફાંફાં મારવા પડે છે. આ વાત ચોકક્સપણે એ સાબિત કરે છે કે પાણીની અછત નહીં, પરંતુ વ્યવસ્થાઓની અછતથી લોકો પીડાઈ છે.
મજાની વાત તો એ છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે 11 વાગ્યે બજેટ બાદ પ્રથમ જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં બમણા પાણીવેરાને મંજૂરી માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ બમણો પાણીવેરાને જનરલ બોર્ડમાં મંજૂરી આપી દેવામાં આવી છે. બીજી તરફ વોર્ડ નં.3ના માધાપર ગામ, સત્યમ શિવમ સુંદરમ, પરાશર પાર્ક સહિતની સોસાયટીઓની મહિલાઓ પાણી ન મળતા રણચંડી બનીને મ્યુનિ. કચેરીએ દોડી આવી હતી. જોકે, આ સમયે કચેરીમાં ઉપર જનરલ બોર્ડની બેઠક ચાલતી હતી.

મહિલાઓ આવતા જ પોલીસે કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. આથી મહિલાઓ રોષે ભરાઇ હતી અને હોબાળો મચાવ્યો હતો. તેમજ મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયાના દૃશ્યો પણ સર્જાયા હતા. મહિલાઓએ કોર્પોરેટરનો પણ ઉધડો લઈ નાખ્યો હતો. પાણીની અછત નહીં, પરંતુ પાઈપલાઈનના અભાવે પણ લોકોને પાણી ન મળતું હોય તેવા કિસ્સા છે. જે પણ કોઈ કારણ હોય દર ઉનાળે પાણીની સમસ્યા વિકરાળ બનતી જાય છે ત્યારે નર્મદાના નીરના નામે ચૂંટણીઓ જીતતી સરકાર આત્યારે ક્યાં છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!