રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દરરોજ કથળતી જતી હોય એમ લાગે છે. પોલીસના ખૌફ વગર લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગઈકાલે મંગળવારે મોડી રાત્રે શહેરના ભગવતીપરા વિસ્તારમાં ખૂનીખેલ ખેલાયો હતો. બે માથાભારે શખ્સો બે યુવકો પર છરી લઈને તૂટી પડ્યા હતા. છરીના આડેધડ ઘા ઝીંકી બંનેને લોહીલુહાણ કરી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા બન્ને યુવકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
મળતી મહતી મુજબ અસ્લમ બેલીમ અને હરપાલસિંહ પરમાર નામના બબે યુવાનો મંગળવારે રાત્રે ભગવતીપરામાં પુલ નીચે બેઠા હતા. ત્યારે ભગવતી પરાનો સાજન પરમાર અને રણજીત ઉર્ફે મહાદેવ ત્યાં ઘસી આવ્યા હતા. આ બંને યુવકો પર છરી વડે ખૂની હુમલો કર્યો હતો. બંને યુવાનોએ બુમાબુમ કરી દેતા આસપાસના વિસ્તારોના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા જેના કારણે હુમલાખોર નાસી છૂટ્યા હતા.
બંને યુવાનીના પડખા અને કપાળના ભાગે છરીના ઊંડા ઘા વાગ્યા છે. સારવાર અર્થે બંનેને હોસ્પીટલમાં દાખલ કરાયા છે. બન્ને યુવાનો સાડીના કારખાનામાં કામ કરે છે.
ઘટનાની જાણ થતાં બી. ડિવિઝન પોલીસની ટીમ હોસ્પિટલે દોડી ગઈ હતી. પોલીસે સાજન અને રણજિત નામના હુમલાખોર શખ્સોને ગણતરીની મિનિટોમાં જ ઝડપી લીધા હતા.
રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક: બે શખ્સો છરી સાથે બે યુવાન પર જાહેરમાં તૂટી પડ્યા
RELATED ARTICLES