હવાઈ માર્ગે સફર કરનારાઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને તેથી ભારતમાં એરપોર્ટની જરૂરતો વધતી જાય છે. સૌરષ્ટ્રનું રાજકોટ વેપાર-ધંધાની દૃષ્ટિએ ખૂબ મોટું કેન્દ્ર બની ચૂક્યું છે, આથી અહીં 1025 એકરમાં એક મોટું એરપોર્ટ્ હીરાસર ખાતે તૈયાર થઈ રહ્યું છે. આ એરપોર્ટે આવનારા જૂન મહિના સુધીમાં પ્રવાસીઓ માટે ખૂલ્લુ મકાય તેવી શક્યતાઓ છે.
અહીં એરક્રાફ્ટ સહિતની વિવિધ ટેસ્ટિંગ ચાલી રહ્યા છે. વિન્ડમિલ અને હાઈ વોલ્ટેજ વાયરોને લીધે કોઈ અચડણ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અહીંના અધિકારીઓના જણાવ્યા અનુસાર ટેસ્ટિંગ સફળ રહી છે અને એપ્રિલ મહિનામાં ડીજીસીએ પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે જૂનમાં કામચલાઉ ટર્મિનલ કાર્યરત કરવામા આવશે, પરંતુ તે રાજકોટના હાલના ટર્મિનલ કરતા મોટું છે.
આખું મુખ્ય ટર્મિનલ એકાદ વર્ષમાં કાર્યરત થઈ જશે. જોકે એરપોર્ટના ઉદ્ઘાટન માટેનો પત્ર રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે અને એપ્રિલથી જૂન વચ્ચે થવાની સંભાવના છે. આ એરપોર્ટ પર ગુજરાતનો સૌથી મોટો 3.4 કિમીનો રન વે બનાવાવમાં આવ્યો છે અને અહીં બોઈંગ 737 પણ લેન્ડ થઈ શકે છે.