રાજકોટ ત્રણ માસ પૂર્વે જ લગ્ન કરનાર દંપતીએ સજોડે જીવન ટુંકાવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

આપણું ગુજરાત

Rajkot: રાજકોટ શહેરમાં પતિ પત્નીએ સાથે ગાળો ફાંસો ખાઈ આપધાત કરવાની ઘટના બનતા ચકચાર ફેલાઈ ગઈ છે. શહેરના મોરબી રોડ પર રહેતા સોલંકી પરિવારના પુત્ર અને પુત્રવધુના આપઘાતના બનાવને પગલે ગમગીની છવાઈ ગઈ છે. ત્રણ માસ પૂર્વે લગ્ન કરનાર દંપતીએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું એનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલ જય જવાન જય કિસાન સોસાયટીની બાજુમાં આવેલા મફતિયા પરા વિસ્તારમાં રહેતા સોલંકી પરિવારના 21 વર્ષીય બાબુભાઈ વિનુભાઈ સોલંકી એ મમતાબેન નામની મહિલા સાથે ત્રણ મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. હજુ ગઈકાલે દંપતિ પરિવારથી અગલ થઈને નવા ઘરમાં રહેવા ગયા હતા. ત્યારબાદ આજે દંપતીએ એક સાથે જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. પરિવારજનોએ પોલીસને જાણ કરતા બી ડિવીઝનના પોલીસના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પંચનામાની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટ માટે મકલી આપ્યા છે. હાલ પોલીસ પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે. પ્રથમ નજરે તો આ ઘર કંકાસને લીધે આપઘાતનો જ કેસ જણાઈ રહ્યો છે પરંતુ વધુ માહિતી પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
છ મહિનાના લગ્ન જીવનમાં એવું તે શું બન્યું હશે કે દંપતીને આ પગલું ભરવું પડ્યું હશે? જેને લઈને સ્થાનિકોમાં અટકળો શરુ થઇ ગઈ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.