થલઈવા રજનીકાંત અને ખેલાડી કુમાર બન્યા Highest Tax Payer

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

તમિલ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત સૌથી વધુ ઈનકમ ટેક્સ ભરે છે ત્યારે આઈટી વિભાગ તરફથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં. મળી રહેલી જાણકારી અનુસાર તેમની દીકરી ઐશવર્યા રજનીકાંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાણકારી આપી હતી. પિતાની ગેરહાજરીમાં તે આ સન્માન સ્વીકારવા સમારોહમાં પહોંચી હતી.
તેલંગણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનના હસ્તે એવોર્ડ મળ્યા બાદ ઐશ્વર્યાએ ઈન્ટાગ્રામ પર તસવીર શેર કરતાં લખ્યું હતું કે, એક જવાબદાર અને સૌથી વધુ ટેક્સ ભરનારા ટેક્સપેયરની દીકરી હોવાનો મને ગર્વ છે. અપ્પાને સન્માનિત કરવા બદલ તમિલનાડુ અને પુદુચ્ચેરીના ટેક્સ વિભાગનો ધન્યવાદ.
અત્રે ઉલ્લેખનીય ખે અક્ષય કુમારે પણ સૌથી વધુ ટેક્સ પે કરીને હાઈએસ્ટ ટેક્સ પેયરની યાદીમાં જોડાઈ ગયો છે. વર્ષ 2017માં તેણે 29.5 કરોડ રૂપિયાનો ઈનકમ ટેક્સ ભર્યો હતો, જે બાદ તેને ફોર્બ્સની સૌથી વધુ ટેક્સ પેયર્સની સુચીમાં દસમું સ્થાન મળ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.