દિવાળી પહેલા રાજસ્થાનની મહિલાઓને ગેહલોત સરકારની ભેટ, મફત ઇન્ટરનેટ સાથે સ્માર્ટફોન આપવામાં આવશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાજસ્થાન સરકાર ટૂંક સમયમાં મહિલાઓને એક ખાસ ભેટ આપવા જઈ રહી છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે આ વર્ષના રાજ્યના બજેટમાં ‘મુખ્યમંત્રી ડિજિટલ સેવા યોજના’ની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 1.35 કરોડ ‘ચિરંજીવી પરિવારો’ની મહિલા વડાઓને ત્રણ વર્ષ માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે સ્માર્ટ ફોન આપવામાં આવશે. આ માટે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની સરકારે કંપનીને 1.35 કરોડ મહિલાઓ માટે સ્માર્ટફોનનો ઓર્ડર આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે સરકારને આ તહેવારોની સીઝન પહેલા સ્માર્ટફોનની પ્રથમ બેચ મળશે.
રાજસ્થાન વિધાનસભામાં શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે કલ્યાણકારી યોજનાઓની માહિતી અને પાત્ર પરિવારને ઘરે બેઠા સરકારી સુવિધાઓનો લાભ આપવાના હેતુથી સરકાર આ વર્ષે ઓક્ટોબરમાં તબક્કાવાર રાજ્યમાં 1.35 કરોડ ચિરંજીવી પરિવારોની મહિલા વડાઓને સ્માર્ટફોનનું વિતરણ શરૂ કરશે. ચિરંજીવી પરિવારોની મહિલા વડાઓને સ્માર્ટ ફોન આપવાના હેતુથી વિધાનસભાએ મંગળવારે જ રૂ. 2300 કરોડની પૂરક માંગણીઓને મંજૂરી આપી દીધી છે . અગાઉ આ યોજના માટે 1200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી અને હવે 2300 કરોડ રૂપિયાની મંજુરી મળ્યા બાદ કુલ 3500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ ત્રણ વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. જન સૂચના, ઇ-મિત્ર, ઇ-ધરતી અને રાજ સંપર્ક એપ્સ તમામ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. ત્રણ વર્ષ સુધી આ સ્માર્ટફોનનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. ઈન્ટરનેટ સિવાય ફોનમાં 3 વર્ષ માટે વોઈસ કોલ અને એસએમએસની સુવિધા હશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.