‘ કહેજો કે તમે નશામાં હતા…’- નુપુર શર્માને ધમકી આપનાર સલમાન ચિશ્તીને અજમેર પોલીસ સમજાવતી હોવાનો વીડિયોનો વાઇરલ, સરકારે લીધા પગલા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

નુપુર શર્મા વિવાદઃ મોહમદ પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર નુપુર શર્માને ધમકી આપવાના કેસમાં હવે અજમેર પોલીસ નિશાના પર આવી છે. રાજસ્થાનના અજમેરમાં આવેલી દરગાહના ખાદિમનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ખાદિમ પોલીસના સકંજામાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ અજમેર પોલીસ પર સવાલો ઉભા થયા છે. બીજી તરફ આ વીડિયો સામે આવ્યા બાદ અજમેરna ડીએસપી સંદીપ સારસ્વત એ.પી.ઓ. (અવેટિંગ પોસ્ટિંગ ઑર્ડર) કરવામાં આવ્યા છે. ધરપકડ સમયે, સારસ્વત સલમાનને નશામાં હોવાનું કહીને પોતાનો બચાવ કરવાની સલાહ આપતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ સરકારે APOના આદેશ જારી કર્યા હતા.
6 જુલાઈના રોજ વાયરલ થયેલા વીડિયોમાં અજમેર પોલીસ સલમાન ચિશ્તીની તેના ઘરેથી ધરપકડ કરતી જોવા મળી હતી. ચિશ્તીને તેના ઘરની બહાર લઈ જતી વખતે, પોલીસમાંથી કોઈએ કહ્યું, “વીડિયો રેકોર્ડ કરતી વખતે તમે ખરેખર શું નશામાં હતા?” વીડિયો આગળ વધતાં સલમાન ચિશ્તી એવું કહેતા સાંભળવા મળે છે કે તે દારૂ પીતો નથી અને ડ્રગ્સ લેતો નથી. આ ક્ષણે એક પોલીસ અધિકારી, જેની ઓળખ હવે ડીએસપી સંદીપ સારસ્વત તરીકે થાય છે, તેણે કહ્યું, “કહેજો કે તમે નશામાં હતા જેથી તમને બચાવવામાં સરળતા રહે.”
વાયરલ થયેલા વિડીયોમાં પોલીસ અધિકારી ખાદિમને કહેતા સંભળાય છે કે, ‘તમે કહેજો કે તમે નશામાં હતા જેથી તમને બચાવી શકાય’., સોશિયલ મીડિયા પર અગાઉ સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના ખાદિમ સલમાન ચિશ્તી એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સલમાન નૂપુર શર્મા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતો જોવા મળ્યો હતો. સલમાને ખુલ્લા શબ્દોમાં કહ્યું કે જે નૂપુર શર્માનું ગળું લાવશે, તેને તેનું ઘર આપી દેશે. સલમાનનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, પરંતુ છ જુલાઇનો વીડિયો જોઇને એમ લાગી રહ્યું છે કે પોલીસે દબાણવશ ખાદિમની ધરપકડ તો કરી લીધી પણ સાથે સાથે તેને કોર્ટ કાર્યવાહીથી બચાવવા માટે પ્રયાસ કરી રહી છે. અન્ય એક વીડિયોમાં આરોપી ચિશ્તીનું લોકો અને પોલીસ કર્મચારીઓના સમૂહ દ્વારા સ્વાગત કરવામાં આવતું જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં કોઈ કહે છે, “બેફિકર રહે, સબ બાત હો ગયી હૈ” (આરામ કરો, બધું ગોઠવાઈ ગયું છે).
ચિશ્તીની ધરપકડ થયા પછી રાજસ્થાન પોલીસે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે તેણે ધમકીનો વીડિયો બનાવ્યો ત્યારે તે નશામાં હતો.
આ સમગ્ર મામલે બીજેપી નેતા અમિત માલવિયાએ અશોક ગેહલોત સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, વીડિયોમાં અશોક ગેહલોતની પોલીસ સ્પષ્ટપણે સલમાનને સમજાવતી દેખાઈ રહી છે જેથી તેને બચાવી શકાય. શું કોંગ્રેસના શાસનમાં હિંદુ જીવન મહત્વનું છે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.