અશોક ગેહલોત સરકારે કનૈયાલાલના બંને પુત્રોને આપી સરકારી નોકરી, ઉદયપુરમાં જ મળી નોકરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે ઉદયપુરની ઘટનામાં મૃત્યુ પામેલા કનૈયાલાલના બંને પુત્રોને સરકારી નોકરી આપી છે. કર્મચારી વિભાગે યશ તેલીને ટ્રેઝરી ઑફિસ (ગ્રામીણ) ઉદયપુરમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે અને તરુણ કુમાર તેલીને ઉદયપુરમાં જ ટ્રેઝરી ઑફિસ (શહેર)માં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોત ઉદયપુર હત્યાકાંડના પીડિતાના સ્વજનોને મળવા પહોંચ્યા હતા ત્યારે તેમણે મૃતક કનૈયાલાલના બંને પુત્રોને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી.

આ પહેલા બુધવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ઉદયપુરની ઘટનામાં મૃત્યુ પામેલા કનૈયાલાલના પુત્રોને સરકારી નોકરી મેળવવાના નિયમોમાં છૂટછાટ સહિત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠકના નિર્ણયોની માહિતી આપતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મમતા ભૂપેશે પત્રકારોને જણાવ્યું હતું કે, બેઠકમાં ઉદયપુર આતંકવાદી ઘટનામાં મૃત્યુ પામેલા કનૈયાલાલ તેલીના પુત્રો યશ તેલી અને તરુણ કુમાર તેલીની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કનૈયાલાલની ગયા મહિને હત્યા કરવામાં આવી હતી. ભાજપના નુપુર શર્માના મહોમદ પયગંબરના નિવેદનના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બદલ લઘુમતિ સંપ્રદાયના કેટલાક લોકોએ તેમનું ગળું કાપી હત્યા કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.