સ્વતંત્ર દિને રાજસ્થાનના CMએ વિરોધીઓને લીધા આડે હાથ, સચિન પાયલટ પણ નથી રહ્યા બાકાત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી માટે કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી સભામાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે પોતાના રાજનૈતિક વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતાં. પીએમ મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એકસરખા જણાવીને કહ્યું હતું કે, આ બંને વ્યક્તિની વાતોમાં ફસાવવું જોઈએ નહીં. જનતાને જઈને જણાવવું છે કે આ બંને એક જ જેવા લોકો છે.
ગહલોતે જણાવ્યું હતું કે, કેજરીવાલે ગાંધીને છોડી જ દીધા છે. તેમની તસવીર પણ નથી લગાવી રહ્યા, પરંતુ ભાજપવાળાઓ તો મજબૂર થઈને લગાવે છે. ગહલોતે પીએમ મોદીની જેમ ભાઈઓ અને બહેનો કહીને મિમિક્રી કરી હતી, જે બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ખૂબ તાળી વગાડી હતી.
ભાજપ પર ગંભીર આરોપ લગાવતા રાજસ્થાનના સીએમએ જણાવ્યું હતું કે પેરા મિલિટ્રી ફોર્સની આડમાં નોટોની તસ્કરી થઈ રહી છે. સીઆરપીએફ જેવી ફોર્સ અને પોલીસની ગાડીમાં 2,000ની નોટ ભરીને ભાજપની ઓફિસમાં સરકાર પડાવવા માટે કહેવામાં આવે છે, જેથી પોલીસની ગાડીમાં કોઈ ચેકિંગ ન થાય. કોંગ્રેસે મોંઘવારી મુદ્દે કાઢેલી રેલીને કારણે મોદી સરકાર પહેલી વાર ગભરાટ અનુભવી રહી છે, કોંગ્રેસના કાળા કપડામાં પ્રદર્શન પર કાળા જાદૂ વિશે જે મોદી બોલ્યા તે આઠ વર્ષમાં સૌથી ખરાબ ભાષણ હતું. હિંદુ રાષ્ટ્રની વાત કરીને તેઓ લોકોને ભરમાવી રહ્યા છે.
સચિન પાયલટ પર પણ સાધ્યું નિશાન
રાજસ્થાનના સીએમ ગહલોતે રાજ્યના ભૂતપૂર્વ સીએમ સચિન પાયલટનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં કેટલાક લોકો કાર્યકર્તાઓને એ કહીને ભડકાવે છે કે કાર્યકર્તાઓના માન સન્માનનું ધ્યાન રાખવું જોઈએ. અરે મને આવા લોકો શિખડાવશે કાર્યકર્તાઓના માન સન્માન વિશે, જેમણે પોતે ક્યારેય કાર્યકર્તાઓને પદ પર રહીને પૂછ્યું પણ નહીં.

1 thought on “સ્વતંત્ર દિને રાજસ્થાનના CMએ વિરોધીઓને લીધા આડે હાથ, સચિન પાયલટ પણ નથી રહ્યા બાકાત

  1. Here is working on Congress’ demise. Old codgers want to hang on till ‘death do us part’ and not mentoring younger generation to take over. Gandhiji wanted Congress disbanded post-Independence. True Gandhian(!) senior Congressis are going to fulfill his wish. PM Modi doesn’t need to do anything. Just watch thr Grand Old Party self-destruct.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.