રાજાબાઇ ટાવર :ઘડિયાળ પડી બંધ

આમચી મુંબઈ

મુંબઇ: મુંબઇ કેમ્પસની અંદરના ૧૪૦થી વધારે વર્ષ જૂના ‘રાજાબાઇ ટાવર’ની ઘડિયાળ બંધ પડી છે. આ ઘડિયાળ સવારના સાડા દસ વાગ્યાનો જ સમય બતાડે છે. જોકે બંધ ઘડિયાળ પણ બે વાર સાચો સમય બતાડે છે. ૨૮૫ ફૂટ ઊંચો ‘રાજાબાઇ ટાવર’ની ગણના એક સમયે તળમુંબઇની સૌથી ઊંચી ઇમારતમાં થતી હતી. ૧૮૭૮માં આર્કિટેક્ટ સર જ્યોર્જ ગિલબર્ટ સ્કોટે આ સિમાચિહનરૂપ ટાવર બનાવ્યો હતો. ૨૦૨૧માં આમાં રોશનીનો ઝગમગાટ કરાયો હતો. બિઝનેસમેન પ્રેમચંદ રોયચંદે તેની માતા ‘રાજાબાઇ’ની સ્મૃતિમાં આ ટાવર બાંધવા પાછળ જંગી ભંડોળ આપ્યું હતું.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.