દુનિયાના સૌથી વૃદ્ધ વાઘનું મૃત્યુ

દેશ વિદેશ

દુનિયા સૌથી વૃદ્ધ વાઘનું મૃત્યુ થઇ ગયું છે. રાજા નામના આ વાઘને પશ્ચિમ બંગાળ સ્થિત અલીપુરદ્વારના ટાઇગર રિઝર્વમાં રાખવામાં આવ્યો હતો. વાઘની ઉંમર 26 વર્ષ, 10 મહિના અને 18 દિવસ હતી. કહેવાય રહ્યું છે કે 23મી ઓગસ્ટે રાજાનો 27મો જન્મદિવસ મનાવવાનો હતો. વન વિભાગ દ્વારા તેની તૈયારી પણ કરી લેવામાં આવી હતી.

વન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર વર્ષ 2006માં રાજા નામના આ વાઘને સુંદરવનથી ઘાયલ હાલતમાં પકડવામાં આવ્યો હતો. ત્યારથી તેને ટાઇગર રિઝર્વમાં રાખવામાં આવ્યો હતો. સુંદરવનમાં માતલા નદી પાર કરતી વખતે મગરે તેના પર હુમલો કર્યો હતો અને તેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.