નાગપુર: મનસે અધ્યક્ષ રાજ ઠાકરે નાગપુરની મુલાકાતે ગયા છે. હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એ દરમિયાન તક ઝડપીને રાજ ઠાકરેએ નાગપુર વિધાનસભાની મુખ્ય પ્રધાનની ચેમ્બરમાં જઇને તેની મુલાકાત કરી હતી. આ સમયે વિધાનસભાના કામકાજ સહિત અનેક વિષયો પર ચર્ચા કરી હોવાનું રાજકીય વર્તુળો દ્વારા જાણવા મળ્યું હતું. ઠાકરે સરકાર સત્તા પરથી ઊતર્યા બાદ પહેલું જ અધિવેશન પૂરું થઇ રહ્યું છે. તેમ જ કોરોના બાદ બે વર્ષ પછી પહેલી વાર બીજી રાજધાની નાગપુરમાં અધિવેશન પાર પડી રહ્યું છે. યોગાનુયોગ છે કે મનસે પ્રમુખ રાજ ઠાકરે પક્ષસંગઠનની દૃષ્ટિએ મહત્ત્વની એકદિવસીય નાગપુર મુલાકાતે આવ્યા હતા. આવા સમયે તેમણે મુખ્ય પ્રધાન સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને એક બુકે પણ આપ્યું હતું. જોકે, બંને વચ્ચે કઇ બાબતે ચર્ચા થઇ હતી એ તમામ વાતો તો બુકેમાં જ સમાઇ ગઇ હોવાનું જણાય છે.
રાજ ઠાકરેની નાગપુર અને મુખ્ય પ્રધાનની મુલાકાત
RELATED ARTICLES