રાજ ઠાકરે એકલા હાથે બીએમસીની ચૂંટણી લડશે, શિંદે જૂથ સાથે ગઠબંધન નહીં કરે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ધાર કર્યો છે, એવી માહિતી મનસેના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ આપી હતી. આ જાહેરાત સાથે મનસેના શિંદે જૂથ અને ભાજપ સાથે જોડાવાની ચર્ચા પર પણ પૂર્ણવિરામ લાગી ગયું છે. બીએમસીની ચૂંટણીમાં મનસે 227 બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યની તમામ નગરપાલિકાઓની ચૂંટણી પણ એકલા હાથે લડવાનો મનસેએ નિર્ધાર કર્યો છે. તેથી હવે મુંબઇ ઉપરાંત મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, પિંપરી-ચિંચવડ, નાસિક, નાગપુર, ઔરંગાબાદ સહિત રાજ્યની તમામ મહત્વની નગરપાલિકાઓમાં મનસે પોતાના દમ પર ચૂંટણી લડશે. દરમિયાન મળતી માહિતી મુજબ રાજ ઠાકરે ટૂંક સમયમાં વિદર્ભની મુલાકાતે જવાના છે.
મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં થશે. થોડા સમયમાં જ ચૂંટણીની તારીખો જાહેર થશે. આવા સમયે સ્વબળે ચૂંટણી લડવાની જાહેરાત કરવા છતાં પણ ભવિષ્યના ગઠબંધનની શક્યતા નકારી શકાય નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.