શિલ્પા શેટ્ટીના બર્થ ડે પર સોશિયલ મીડિયા પર રાજ કુંદ્રાની વાપસી, કહ્યું તૂ Killer લગદી…

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે એટલે કે આઠમી જૂને પોતાનો 47મો જન્મદિન સેલિબ્રેટ કરી રહી છે અને તેના ખાસ દિવસે ચાહકો અને મિત્રો સોશિયલ મીડિયા પર વિશ કરી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે પતિ રાજ કુંદ્રાએ પણ ટ્વિટર પર રોમાન્ટિક ફોટો શેર કરીને બર્થ ડે વિશ કર્યું હતું. રાજે ફોટો શેર કરીને લખ્યું હતું કે, હેપ્પી બર્થ ડે મારી સોલમેટ, હું હંમેશા પ્રેમ કરતો રહીશ. તું જેવી છે એવી જ રહે. પોતાના દયાળુ સ્વભાવથી દુનિયાને આશ્ચર્યમાં મૂકતી રહે, તારા ગીત કિલર, કિલર, કિલર લગદીની જેમ.

નોંધનીય છે કે રાજ કુંદ્રા પર પોર્નોગ્રાફીનો કેસ થયા બાદ તેણે સોશિયલ મીડિયાથી અંતર જાળવી રાખ્યું હતું અને લાંબા સમય બાદ તેણે પોતાની પત્નીના જન્મદિને ટ્વિટર પર પોસ્ટ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.