Homeફિલ્મી ફંડાશિલ્પા સાથે સાચો પ્રેમ કે સાથે રહેવાનો ઢોંગ? રાજ કુંદ્રાએ કરી સ્પષ્ટતા

શિલ્પા સાથે સાચો પ્રેમ કે સાથે રહેવાનો ઢોંગ? રાજ કુંદ્રાએ કરી સ્પષ્ટતા

બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાનું નામ જ્યારથી પોર્નોગ્રાફી કેસ સાથે જોડાયું છે ત્યારથી તે અવારનવાર ચર્ચાનું કારણ બને છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ રાજ કુંદ્રાને ટ્રોલ પણ કરતાં રહે છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટી સાથેના સંબંધો વિશે રાજે ખુલાસો કર્યો છે.
ટ્વીટર પર #Askraj સેશન દરમિયાન એક યુઝરે રાજને સવાલ પૂછ્યો કે શું તમે અને શિલ્પા હજુ સાથે છો કે આ ફક્ત ઢોંગ છે? આ સવાલનો જવાબ આપતાં રાજે જણાવ્યું હતું કે, આ સવાલ મને પસંદ આવ્યો. પ્યાર કોઈ નાટક નથી અને તેનો ઢોંગ થઈ શકે તેમ નથી. 22 નવેમ્બરના રોજ અમારી વેડિંગ એનિવર્સરી છે તો વિશ કરવાનું ભૂલતા નહીં.

નોંધનીય છે કે રાજ અને શિલ્પાએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતાં.

RELATED ARTICLES

Most Popular